શું એક્સપાયરી ડેટ પહેલા ખત્મ થઈ જાય છે દવાની અસર? જાણો શું કહે છે એક્સપર્ટ
ક્યારેક ક્યારેક તેના પર પ્રિન્ટ કરેલી ચોક્કસ તારીખ પહેલા ખરાબ થઈ શકે છે દવાઓ
જો દવાને ઘરના રુમમાં રાખવામાં આવે તો તેમા રુમનું તાપમાન 25-27 ડિગ્રી હોવુ જોઈએ.
Image Envato |
તા. 16 ડિસેમ્બર 2023, શનિવાર
દરેક શહેર- રાજ્યોમાં સીઝન બદલાતાની સાથે જ બીમારીઓનો પ્રકોપ વધતો જાય છે અને તેમા લોકો શરદી, ખાંસી, તાવ, એલર્જી જેવી બીમારીમાં સપડાય છે, અને આ બીમારીઓમાં મોટાભાગે તો લોકો પહેલા ઘરઘથ્થુ ઉપચાર અજમાવતા હોય છે. તો કેટલાક લોકો પોતાના ઘરમા રાખેલી દવાનો ઉપયોગ કરતા હોય છે. હકીકતમાં કેટલાક પરિવારો સામાન્ય બીમારીની દવાઓ તેમના બાળકોના રમકડાંની જેમ ઘરમા જ રાખતા હોય છે.
ક્યારેક ક્યારેક તેના પર પ્રિન્ટ કરેલી ચોક્કસ તારીખ પહેલા ખરાબ થઈ શકે છે દવાઓ
પરંતુ શું તમે જાણો છો કે આ દવા ક્યારેક ક્યારેક તેના પર પ્રિન્ટ કરેલી ચોક્કસ તારીખ પહેલા ખરાબ થઈ શકે છે ? આમ તો સામાન્ય રીતે આપણે દવા ખાતા પહેલા આ વાતનું ધ્યાન રાખતા હોઈએ છીએ કે તેની એક્સપાયરી ડેટ કઈ છે. પરંતુ ક્યારેક - ક્યારેક દવા તેના ચોક્કસ તારીખ પહેલા ખરાબ થઈ જાય છે.
કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ ?
આ બાબતે એક્સપર્ટ જણાવે છે કે, મોટાભાગના લોકો દવા ખરીદતી વખતે એક્સપાયરી ડેટનું ધ્યાન રાખતા હોય છે, પરંતુ દવાઓને સગ્રહ દરમ્યાન તેની એક્સપાયરી તારીખ વિશે ધ્યાન રાખવુ જોઈએ. કેટલીક વાર આપણી બેકાળજીના કારણે બરોબર તાપમાનમાં દવા ન રાખવા કારણે દવાઓ સમય પહેલા જ ખરાબ થઈ જાય છે, એટલે કે એક્સપાયર થઈ જાય છે. આ કારણે માત્ર દવાઓ પર તેની અસર થતી નથી, પરંતુ હકીકતમાં તેવી દવાનું સેવન કરવાથી આપણા આરોગ્ય પર ખરાબ અસર પડે છે.
દવા રાખતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે ઘરમાં એક જાત-ભાતની દવાઓ એક સાથે ભેગી રાખવાથી તેની અસર ખત્મ થઈ જાય છે. દવાઓને તેમા બતાવ્યા પ્રમાણેના તાપમાનમાં રાખવી જોઈએ. એટલે કે જો દવાને ઘરના રુમમાં રાખવામાં આવે તો તેમા રુમનું તાપમાન 25-27 ડિગ્રી હોવુ જોઈએ. જ્યારે કેટલીક દવાઓ ફ્રીજમાં રાખવી પડતી હોય છે.