Get The App

શું તમે પણ ભોજન બનાવવા માટે નોન સ્ટિક વાસણોનો ઉપયોગ કરો છો? તો જાણો તેના ગંભીર નુકસાન

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
શું તમે પણ ભોજન બનાવવા માટે નોન સ્ટિક વાસણોનો ઉપયોગ કરો છો? તો જાણો તેના ગંભીર નુકસાન 1 - image


Image: Freepik

Non Stick Utensils: અત્યારે દરેક વ્યક્તિ પોતાના આરોગ્યને લઈને સજાગ અને સચેત થઈ ચૂકી છે. દરમિયાન આરોગ્યપ્રદ રહેવા માટે લોકો સ્વસ્થ જીવનશૈલીનો ઉપયોગ કરવા લાગ્યા છે. જોકે હેલ્ધી લાઈફસ્ટાઈલ ફોલો કરવાના ચક્કરમાં ઘણી વખત આપણે ભૂલો કરી બેસીએ છીએ. અત્યારે લોકોની વચ્ચે નોન સ્ટિક વાસણનું ચલણ ખૂબ વધી ગયું છે. આ વાસણોનો ઉપયોગ કરવાથી ભોજન સરળતાથી બની જાય છે. મસાલો ક્યાંય ચોંટતો નથી અને બળતો નથી. આ કારણ છે કે આજકાલ લગભઘ દરેક ઘરમાં નોન સ્ટિક વાસણ સરળતાથી મળી જાય છે.

જોકે, તમારા કામને સરળ બનાવનાર આ વાસણ તમારા આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. નોન સ્ટિક વાસણનો સતત ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. 

નોન સ્ટિક વાસણના નુકસાન શું છે

નોન સ્ટિક કુકવેરમાં પીએફઓએ (PFOA) હોય છે, જેને ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જોડવામાં આવ્યું છે. આ થાઈરોઈડ ડિસઓર્ડર, કિડની અને લિવરની બીમારીઓ, બ્રેસ્ટ, પ્રોસ્ટેટ અને ઓવેરિયન કેન્સર માટે જવાબદાર હોય છે.

પોલીટેટ્રાફ્લૂરોએથિલિનને જ સામાન્ય ભાષામાં ટેફ્લોન કહેવામાં આવે છે. આને PFOA (પેરફ્લૂરુક્ટેનોઈક એસિડ)ના ઉપયોગથી બનાવવામાં આવે છે, જે આરોગ્ય માટે ઝેરીલું હોય છે. દરરોજ ટેફ્લોનમાં ભોજન બનાવવાથી આ ઝેરીલું કેમિકલ સમય સાથે શરીરમાં જમા થવા લાગે છે, જેનાથી બીમારીઓ શરૂ થાય છે.

નોન સ્ટિકમાં ઉપયોગ થનારી પીએફસી (પરફ્લૂરિનેટેડ કેમિકલ) પ્રેગ્નેન્સી માટે ઘાતક સાબિત થઈ શકે છે. તેનાથી બાળકોનું વજન ઘટી શકે છે. સાથે જ ઈમ્યૂન ડિસ્ફંક્શન કે પ્રીક્લેમ્પસિયા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

કેવી રીતે બચાવ કરવો

ડેમેજ થઈ ચૂકેલા નોન સ્ટિક પેનને તાત્કાલિક બદલી દો. ડેમેજ કે ક્રેક દેખાવાનો અર્થ છે કે જોખમી PFOA નું લેયર તૂટી ગયું છે, જેમાં ભોજન બનાવવાથી તે ખાવાનું પણ દૂષિત થઈ રહ્યું છે. આ ટોક્સિન રિલીઝ કરે છે, જે ખાવાને દૂષિત કરે છે અને ઘણી બીમારીઓને આમંત્રણ આપે છે.

જો નોન સ્ટિકનો ઉપયોગ કરી પણ રહ્યા છો તો સુરક્ષિત કુકિંગ માટે યોગ્ય તાપમાનની પસંદગી કરો. નોન સ્ટિક કુકવેર વધુ તાપમાન પર ભોજન બનાવવા માટે બનતા નથી. તેથી ધીમા તાપમાન પર ભોજન બનાવો, જેનાથી તેના જોખમથી બચી શકાય.

યોગ્ય વાસણની પસંદગી કરો. નોન મેટેલિક કે વુડન સ્પેચુલાનો ઉપયોગ કરો.

એલ્યુમિનિયમ વાસણનો ઉપયોગ ટાળો. સ્ટીલ, કાચ કે આયર્નના વાસણોનો ઉપયોગ કરો.


Google NewsGoogle News