કોરોનાથી સાત ગણો ખતરનાક 'ડિસીઝ X', 5 કરોડ લોકોના મોત થવાનો દાવો, નવી મહામારીને લઈને સંકેત

બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સના ચીફનો મહામારીના મૃત્યુઆંકને લઇ મોટો દાવો

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
કોરોનાથી સાત ગણો ખતરનાક 'ડિસીઝ X', 5 કરોડ લોકોના મોત થવાનો દાવો, નવી મહામારીને લઈને સંકેત 1 - image


Disease X : વિશ્વ હજુ તો કોરોનાની ઝપેટમાંથી બહાર નીકળ્યું જ છે કે વધુ એક નવી બિમારીએ દસ્તક આપી છે. આ બિમારી ખૂબ ખતરનાક છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આશરે 5 કરોડ લોકોના તેનાથી મોત થઇ શકે છે. તેની સાથે જ એવું પણ માનવામાં આવે છે કે આ બીમારી કોરોના કરતા પણ ઘાતક સાબિત થઇ શકે છે. WHO દ્વારા આ નવી મહામારીનું નામ 'ડિસીઝ X' રાખવામાં આવ્યું છે.

આ મહામારી કોરોના કરતા  7 ગણી ખતરનાક 

એક અહેવાલ મુજબ, નિષ્ણાતોના માનવા પ્રમાણે કોવિડ -19 (COVID-19) તો માત્ર એક શરૂઆત હોઈ શકે છે. આ બીમારીને તેના કરતા પણ ખૂબ ખતરનાક માનવામાં આવી રહી છે. બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સના ચીફ ડેમ કેટ બિંઘમે ચેતવણી જારી કરી છે કે આગામી મહામારી ઓછામાં ઓછા 5 કરોડ લોકોના જીવ લઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે, વિશ્વ નસીબદાર છે કે કોરોના એટલો બધો જીવલેણ ન હતો. WHO દ્વારા પણ આ મહામારીના ફેલાવાને લઈ સંકેત મળ્યા છે. બ્રિટનની વેક્સિન ટાસ્ક ફોર્સના ચીફે ચેતવણી આપી છે કે, 'ડિસીઝ X' કોરોના કરતા 7 ગણો વધુ ઘાતક હોઈ શકે છે. આ મહામારી વિશ્વમાં પહેલાથી જ હાજર વાયરસથી ફેલાઈ શકે છે. 

વેક્સીન તૈયાર કરવાની કામગીરી શરુ 

અહેવાલો અનુસાર, બ્રિટનમાં વૈજ્ઞાનિકોએ  'ડિસીઝ X' સામે વેક્સીન તૈયાર કરવાનું કામ શરૂ કરી દીધું છે. UK હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA) ના ચીફ પ્રોફેસર જેની હેરીસના કહેવા મુજબ ક્લાઈમેટ ચેન્જ જેવા ઘણા પરિબળો ભવિષ્યમાં રોગચાળાની શક્યતાઓ વધારી રહ્યા છે. આ મામલે તૈયારીઓમાં સક્રિય ભૂમિકા નિભાવની પણ અપીલ કરી છે.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News