Get The App

CHAT તબીબી: ડાયાબિટીસને લગતી ગેરમાન્યતાઓ ખંડન કરતો અને સચોટ માહિતી આપતો એકમાત્ર શો

Updated: Apr 1st, 2025


Google News
Google News
CHAT તબીબી: ડાયાબિટીસને લગતી ગેરમાન્યતાઓ ખંડન કરતો અને સચોટ માહિતી આપતો એકમાત્ર શો 1 - image


Chat Tabibi: ભારતને ડાયાબિટીસનું કેપિટલ માનવામાં આવે છે. એમાં પણ ગુજરાતમાં ડાયાબિટીસના દર્દીઓનું પ્રમાણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. 2030 સુધીમાં દેશમાં ડાયાબિટીસના 8 થી 10 કરોડ દર્દીઓ હશે એવું અનુમાન છે. આપણાં ઘરોમાં લગભગ એકાદ વ્યક્તિ તો એવી હોય જ છે કે જે ડાયાબિટીસના દર્દી હોય અથવા તો પ્રિ ડાયાબિટિક હોય. આવી સ્થિતિમાં આ રોગ અંગે સાચી માહિતી મળે અને ભ્રામક બાબતોનું ખંડન થાય એ ખૂબ જરૂરી છે. ગુજરાત સમાચાર તમારા માટે સ્વાસ્થ્યને લગતો આવો જ એક શો લઈને આવી રહ્યું છે જ્યાં તમને એક્સપર્ટ ડૉક્ટર પાસેથી સચોટ માહિતી મળી શકશે. આ શોનું નામ છે 'ચેટ તબીબી'. જેની પ્રથમ સીઝનના પ્રથમ એપિસોડમાં ડાયાબિટીસ અંગે ચર્ચા કરવામાં આવી છે.


આ એપિસોડ જોયા બાદ દર્શકો આ રોગને વધારે સારી રીતે સમજી શકશે. આ રોગના કારણો, લક્ષણો અને સારવાર સહિત તમામ મુદ્દાઓ આ શોમાં આવરી લેવાયા છે. દર્દીની લાઇફસ્ટાઇલ કેવી હોવી જોઈએ? ભોજનથી લઇને કસરત સહિતની ખૂબ ઉપયોગી માહિતી પૂરી પડતો શો દર્દીઓ અને તેમના પરિવારજનો માટે મદદરૂપ નીવડશે.

આવનારા સમયમાં આ જ પ્રકારે વિવિધ રોગોને લગતા માહિતીપ્રદ વીડિયો માધ્યમથી આ શોમાં તમને જોવા મળશે. તમે ગુજરાત સમાચારની એપ ઇન્સ્ટોલ કરી અને યુટ્યુબ પર ગુજરાત સમાચારને સબ્સ્ક્રાઇબ કરીને આ વીડિયોઝ જોઈ શકશો. વધારે માહિતી માટે જોડાયેલા રહો ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર.

Tags :