શું મગફળી ખાવાથી વધી શકે ડાયાબિટીસનું જોખમ, જાણો શું કહે છે એક્સપર્ટ

મગફળીનું સેવન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે સુપક્ષિત માનવામાં આવે છે

કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝનો ખતરો પણ ઘટી જાય છે

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
શું મગફળી ખાવાથી વધી શકે ડાયાબિટીસનું જોખમ, જાણો શું કહે છે એક્સપર્ટ 1 - image
Image Envato 

તા. 25 નવેમ્બર 2023, શનિવાર 

ડાયાબિટીસ એક એવી બીમારી છે, જેમાં કેટલાય લોકો પરેશાન થઈ રહ્યા છે. આ દરમ્યાન કેટલીયે વસ્તુ ખાવાની મનાઈ હોય છે. તેમા ડાયાબિટીસના દર્દીઓએ મગફળી ખાવી જોઈએ કે નહીં. આવો તેના વિશે વિગતે જાણીએ. 

મગફળી આપણા રસોડાના એક એવું ઈનગ્રેડિયન્ટ છે, જેનો ઉપયોગ શાક, સલાડથી લઈને મિઠાઈ બનાવવા સુધી દરેકમાં ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ડાયાબિટીસના દર્દીઓને મગફળી ખાવી જોઈએ કે નહી ? ઘણા લોકોનો સવાલ હોય છે કે શું મગફળી ખાવાથી બ્લડશુગરનું લેવલ વધી જવાનો ખતરો રહે છે, તેની પાછળ સત્ય હકીકત શું છે અને ખરેખર ડાયાબિટીસના દર્દીઓએ મગફળી ખાવી જોઈએ કે નહી તેના વિશે જાણીએ. 

શું ડાયાબિટીસવાળા લોકોને મગફળી ખાવી જોઈએ ?

મગફળીનું સેવન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે સુપક્ષિત માનવામાં આવે છે, કારણ કે તેમા ગ્લાઈસેમિક ઈન્ડેક્સ અને ગ્લાઈસેમિક લોડ ઓછો હોય છે અને તેમા ભરપુર માત્રામાં  પોષક તત્વો રહેલા હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. જો કે એક્સપર્ટનું માનવું છે કે, ડાયાબિટીસના દર્દીઓએ મગફળીનું સેવન વધારે પ્રમાણમાં કરવું જોઈએ નહીં. 

કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝનો ખતરો પણ ઘટી જાય છે

મગફળી ખાવાથી માત્ર બ્લડ શુગર લેવલ જ કન્ટ્રોલમાં રહે છે એવું નથી, પરંતુ તેની સાથે સાથે કાર્ડિયોવેસ્કુલર ડિસીઝનો ખતરો પણ કેટલાક અંશે ઘટી જાય છે. ખાસ કરીને શિયાળામાં મગફળીનું સેવન કરવુ જરુરી છે, કારણ કે તેમા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ અને ફાઈબરની માત્રા ભરપુર રહેલી હોય છે, જે એનર્જી આપે છે. સાથે સાથે ઠંડીની સિઝનમાં ઈમ્યુનિટીને પણ વધારે છે. આટલુ જ નહી મગફળીમાં પોટેશિયમ, કોપર, કેલ્શિયમ, મેગ્નીશિયમ અને આયરન જેવા પોષક તત્વો પણ રહેલા છે.  


Google NewsGoogle News