સલૂનમાંથી પણ લાગી શકે છે ખતરનાક બીમારી, આવી રીતે થાય છે શરૂઆત, એક્સપર્ટે આપી ખાસ સલાહ

HIVથી સંક્રમિત કેટલાક વ્યક્તિના શરીરમાં વાયરસ દાખલ થયાના 2 થી 4 અઠવાડિયાની અંદર જ ફ્લુ જેવી બીમારી પેદા કરે છે

મોટાભાગના લોકોને ખ્યાલ જ નથી આવતો કે તે એચઆઈવી સંક્રમિત છે

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
સલૂનમાંથી પણ લાગી શકે છે ખતરનાક બીમારી, આવી રીતે થાય છે શરૂઆત, એક્સપર્ટે આપી ખાસ સલાહ 1 - image
Image Envato 

એચઆઈવી (Human immunodeficiency viruses) એક એવી બીમારી છે જેનું નામ સાંભળતાં લોકો ડરી જાય છે. શરુઆતમાં આ બીમારીનો ખ્યાલ નથી આવતો અને પછી સમય સાથે આ સમસ્યા વધી જાય છે. ખાસ વાત એ છે કે આ જીવલેણ બીમારીના લક્ષણ કોઈ બીજી બીમારી જેવા જ હોય છે, જે ખ્યાલ નથી આવતો અને ધીરે ધીરે વધી જાય છે. એટલા માટે આ જરુરી છે કે આ શરુઆતમાં જ તેના લક્ષણો વિશે જાણી લો અને હંમેશા આ બીમારીને લઈને સાવચેત રહો.

1થી 4 અઠવાડિયા પછી તાવ જેવા લક્ષણો જોવા મળે છે

ડોક્ટરના કહેવા પ્રમાણે શરુઆતના કેટલાક લક્ષણો જોવા મળે છે. જેમાં કેટલાક લોકોને 1થી 4 અઠવાડિયા પછી તાવ જેવા લક્ષણો જોવા મળે છે. આ માત્ર એક બે અઠવાડિયા સુધી જ જોવા મળે છે. 

HIV થવાનું પહેલું સંકેત

HIVથી સંક્રમિત કેટલાક વ્યક્તિના શરીરમાં વાયરસ દાખલ થયાના 2 થી 4 અઠવાડિયાની અંદર જ ફ્લુ જેવી બીમારી પેદા કરે છે. જેમાં તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, સાંધાનો દુખાવો, ચામડી પર ફોલ્લીઓ, ગળામાં દુખાવો અને મોઢામાં ચાંદા પડવા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. 

આવી રીતે થાય છે HIVની શરુઆત 

મોટાભાગના લોકોને ખ્યાલ જ નથી આવતો કે તે એચઆઈવી સંક્રમિત છે. પરંતુ 2થી 4 અઠવાડિયાની અંદર તેના લક્ષણો જોવા મળે છે. આ ત્યારે થાય છે જ્યારે તમારા શરીરની રોગપ્રતિકારક તેનો પ્રતિકાર કરે છે. તેને એક્યુટ રેટ્રોવાયરલ સિન્ડ્રોમ અથવા પ્રાથમિક HIV ચેપ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન કોઈ બીમારી તમારા શરીરમાં લાંબા સમય સુધી રહે છે. એચઆઈવી અસુરક્ષિત શારીરિક સંબંધ, સંક્રમિત બ્લડ ચઢાવવાથી, ચેપગ્રસ્ત સિરીંજ દ્વારા શરીર પર ટેટૂ દોરાવવાથી, ધૂમ્રપાન કરવાથી તેમજ માતાથી બાળકને પણ એચઆઈવીનો ચેપ લાગી શકે છે. એક મહત્ત્વની વાત કે આ રોગ હવાથી ફેલાતો રોગ નથી.


Google NewsGoogle News