કોરોના જેવી મહામારી ફરી આવશે, બ્રિટીશ વિજ્ઞાનીએ ચેતવણી આપતા કહ્યું-‘હવે દુનિયા તૈયાર નથી’

Updated: May 29th, 2024


Google NewsGoogle News
કોરોના જેવી મહામારી ફરી આવશે, બ્રિટીશ વિજ્ઞાનીએ ચેતવણી આપતા કહ્યું-‘હવે દુનિયા તૈયાર નથી’ 1 - image
Image Envato 


Another Pandemic After Corona Inevitable : કોરોના બાદ વિશ્વમાં ફરી વધુ એક મહામારી આવવાની તૈયારીમાં છે. આ અંગે બ્રિટિશ વિજ્ઞાનીએ એક ચેકવણી જાહેર કરતાં કહ્યું હતું કે, આવનારી સરકારે તેના પર ધ્યાન આપવાની જરુર છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, આવી મહામારીનો સામનો કરવા માટે વિશ્વ હજુ તૈયાર નથી. એટલે તેના માટે અત્યારથી જ તૈયારી કરી દેવી જોઈએ. આ માહિતી તાજેતરમાં બ્રિટિશ મીડિયામાં પ્રકાશિત થઈ હતી. 

તંત્રએ એક સારી દેખરેખ વ્યવસ્થા ઊભી કરવી પડશે 

બ્રિટિશ વિજ્ઞાની પેટ્રિક વેલેન્સે એક કાર્યક્રમમાં આ મહામારીને લઈને સાવધાન રહેવાની ચેતવણી આપી છે. પેટ્રિક વેલેન્સ બ્રિટિશ સરકારના ભૂતપૂર્વ મુખ્ય વિજ્ઞાની સલાહકાર રહી ચૂક્યા છે. તેમના કહેવા પ્રમાણે આપણે કોરોના જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવુ પડશે. બ્રિટિશ વેબસાઈટમાં પ્રસિદ્ધ થયેલા એક રિપોર્ટ મુજબ પેટ્રિકે કહ્યું કે, જે પ્રકારે કોરાનામાં દવાઓ, રસી અને સારવારના કારણે કોરોનાને રોકવું શક્ય બન્યું, તે પ્રકારે આવનારી મહામારીનો સામનો કરવા માટે પણ આપણે દરેક તૈયારીઓ કરવી પડશે. 

વધુમાં જણાવતાં તેમણે કહ્યું કે, આપણે જોખમોને વહેલી તકે શોધવા માટે તંત્ર દ્વારા વધુ સારી દેખરેખ વ્યવસ્થા બનાવવાની જરૂર છે. પેટ્રિક વેલેન્સ કોરોના દરમિયાન કડક પગલાં લેવા માટે જાણીતા છે. તેઓ 2018 થી 2023 સુધી બ્રિટનના મુખ્ય વિજ્ઞાની સલાહકાર રહ્યા છે. તેમણે કોરોના કાળ દરમિયાન બ્રિટિશ સરકારને કોરોના સામે નીતિઓ બનાવવામાં મદદ કરી હતી.

આ રીતે જોખમ ઓછું થશે

પેટ્રિક વેલેન્સે કહ્યું કે, તેમણે 2021માં G7 દેશોના નેતાઓની બેઠકમાં કહેવામાં આવ્યું હતું, કે મહામારી સામે એકજૂથ થવાની જરૂર છે. અને તેના માટે આપણે પહેલેથી જ ઝડપી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, રસી અને ઝડપી સારવાર આપવી પડશે, જેથી ખતરાને ઓછો કરી શકાય. વેલેન્સે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, 2023 સુધીમાં G7 તેમની સલાહ ભૂલી ગયું હતું. તેમણે કહ્યું કે, તેને ભૂલી શકાય તેમ નથી. આ મહામારીને યુદ્ધની જેમ સામનો કરવો જોઈએ અને તેનો સામનો કરવાની હંમેશા તૈયારી રાખવી જોઈએ. પેટ્રિકે કહ્યું કે, રોગચાળાના આ મુદ્દાને ભૂલવો જોઈએ નહીં. જો આ મુદ્દાને G7 અને G20 ના એજન્ડામાંથી કાઢી નાખવામાં આવે તો આપણે તે જ સ્થિતિમાં આવી જઈશું જ્યારે આ રોગચાળાનો સામનો કરવો મુશ્કેલ બનશે.

WHO આ અંગે એક બેઠક યોજશે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ટુંક જ સમયમાં આગામી મહામારી સંદર્ભે એક મહત્ત્વની બેઠક યોજવા જઈ રહ્યું છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા રોગચાળા સંબંધિત સંધિ પર હસ્તાક્ષર કરવાનો છે. જો કે તેનો ડ્રાફ્ટ હજુ તૈયાર થયો નથી. એટલે હાલમાં એવું લાગી રહ્યું છે કે, આ બેઠક થવાની શક્યતા ઓછી છે. પરંતુ, જો આ બેઠક નહીં થાય, તો રોગચાળાને ટાળવા માટે સામૂહિકતા બતાવવાની જરૂર છે.


Google NewsGoogle News