કોરોનાના સબ વેરિયન્ટના લક્ષણો બદલાઈ ગયા, JN.1માં દેખાઈ રહેલા સંકેત તમારે જાણવા જરૂરી
ભારતમાં કોવિડ -19 કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં એક્ટીવ કેસની સંખ્યા વધીને 4,054 થઈ ગઈ છે
JN.1 નવા સબ-વેરિયન્ટે લોકોની ચિંતા વધારી છે. તેના લક્ષણો શું છે અને તેને કેવી રીતે ઓળખી શકાય છે તે જાણીએ
Covid in India Highlights: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે કોરોનાના 656 નવા કેસ નોંધાયા હતા, જે પછી દેશમાં એક્ટીવ કેસોની સંખ્યા વધીને 4,054 થઈ ગઈ છે. આમાંના મોટાભાગના કેસ કેરળમાંથી આવ્યા છે. તે જ સમયે, ભારતમાં કોરોનાના નવા સબ-વેરિઅન્ટ JN.1 ના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં JN.1 સબ-વેરિઅન્ટના 63 કેસ નોંધાયા છે.
ચિંતા કરવા કરતા સાવચેત રહેવાની વધુ જરુર છે
નવા સબ-વેરિઅન્ટ JN.1 ના કેસ વધવાના કારણે, આરોગ્ય મંત્રાલયે રાજ્યોને પરીક્ષણ વધારવા અને ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગો પર વિશેષ તકેદારી રાખવાની સલાહ આપી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે આપણે સાવચેત રહેવાની જરૂર છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ નવું સબ-વેરિઅન્ટ JN.1 છે કે કેમ તે કહેવા માટે અમારી પાસે હજી પૂરતો ડેટા નથી. 1. તે વધુ ગંભીર છે કે નહીં? પરંતુ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે નવા સબ-વેરિયન્ટ JN.1ના લક્ષણો શું છે? અને કોઈ પણ વ્યક્તિ કેવી રીતે સમજી શકે કે તેને ઈન્ફલ્યુએન્ઝા છે અથવા JN.1 થી ચેપ લાગ્યો છે? તો જાણીએ નવા સબ-વેરિયન્ટના લક્ષણો વિશે
સબ-વેરિયન્ટ JN.1ના લક્ષણ
નિષ્ણાતો કહે છે કે કોવિડ -19 ના વિવિધ વેરિઅન્ટને લીધે, લક્ષણોમાં હળવા ફેરફારો જોવા મળી શકે છે કારણ કે લોકોને રસી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, દરેક શરીર અને તેની રોગપ્રતિકારક શક્તિના આધારે, લોકોમાં વિવિધ લક્ષણો જોવા મળી શકે છે. હાલમાં સબ-વેરિયન્ટ JN.1ની સાથે ઈન્ફલ્યુએન્ઝાના કેસ પણ ખુબ જ સામે આવી રહ્યા છે ત્યારે જાણીએ JN.1 ના લક્ષણો વિષે....
જેમાં નાકમાંથી પાણી આવવું, ઉધરસ, માથું દુખવું, નબળાઈ અથવા તો થાક લગાવો, સ્નાયુમાં દુખાવો, સુકુ ગળું, ઊંઘ ન આવવી, ચિંતા થવી વગેરે
પરંતુ યુકેના ડોકર્ટસ પ્રમાણે માત્ર આવા લક્ષણો પરથી ન કહી શકાય કે SARS-CoV-2, ઈન્ફલ્યુએન્ઝા કે પછી RSVથી સંક્રમિત છે. માત્ર લક્ષણ ન જોતા આ અંગે ટેસ્ટ કરાવવા વધુ હિતાવહ છે.
કોવિડથી રિકવરી બાદ પણ જોવા મળે છે આ લક્ષણ
એક સર્વેથી જાણવા મળ્યું છે કે કોરોના સંક્રમણ બાદ રિકવર થયા પછી પણ અમુક લક્ષણો જેવા કે માથું દુખવું, થાક લગાવો, શ્વાસ ચડવો વગેરે જોવા મળે છે. જે 4 થી 6 અઠવાડિયા સુધી જોવા મળે છે. મે મહિનામાં સામે આવેલા એક મેડીકલ જર્નલ દ્વારા એવા 12 લક્ષણ જણાવવામાં આવ્યા હતા કે કોરોના બાદ પણ લોકોમાં જોવા મળ્યા હતા. જેમાં થાક લગાવો, ચક્કર આવવા, પેટ સંબંધી સમસ્યાઓ, બેચેની, શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા ન થવી, ભૂલવાની સમસ્યા, સ્વાદ કે ગંધ ન આવવી, ખુબ તરસ લગાવી, ઉધરસ, છાતીમાં દુખાવો, અસામાન્ય વર્તનનો સમાવેશ થાય છે.
પરંતુ વેક્સીનેશનના કારણે એન્ટીબોડી બનેલ છે, જેથી લોકોના આ નવા વેરિઅન્ટના સંક્રમણ દરમ્યાન ઉધરસ, ગળુ સુકાઈ જવું, છીંકો આવવી, થાક લગાવો કે માથું દુખવા જેવા અમુક સામાન્ય લક્ષણો જ જોવા મળી શકે છે.