Get The App

આ 5 ફળનું સેવન કરવાથી લોહી થાય છે શુદ્ધ, કિડની અને લિવર પણ રહેશે હેલ્ધી

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
આ 5 ફળનું સેવન કરવાથી લોહી થાય છે શુદ્ધ, કિડની અને લિવર પણ રહેશે હેલ્ધી 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 03 ફેબ્રુઆરી 2024 શનિવાર

શરીરમાં લોહીની ઉણપ હોવી કે ટોક્સિક હોવુ ખૂબ હાનિકારક છે. બ્લડનું કામ હોય છે બોડીમાં ટિશ્યૂ સુધી પોષક તત્વો, ઓક્સિજન વગેરેને પહોંચાડવુ. ઘણી વખત ખાણીપીણી અયોગ્ય હોવી તેમાં ટોક્સિક પદાર્થ ફિલ્ટર ના થાય તો આ તમામ હાનિકારક તત્વ લોહીમાં ભળી જાય છે. તેનાથી ઘણા પ્રકારના રોગ થઈ શકે છે. ઘણી વખત સ્કિનની સમસ્યા જેમ કે ખીલ, ફોલ્લીઓ લોહીમાં ગંદકી ભળવાથી થાય છે. ખૂનને સાફ કરવાનું કામ કિડની કરે છે પરંતુ ટોક્સિક યુક્ત વસ્તુઓના વધુ પડતા સેવનથી કિડની, લિવરને પણ ધીમે-ધીમે હાનિ પહોંચવા લાગે છે. દરમિયાન ખૂબ જરૂરી છે કે શરીરનું લોહી શુદ્ધ રહે. જરૂરી નથી તેના માટે તમે દવાઓનું જ સેવન કરો. તમે અમુક નેચરલ વસ્તુઓના સેવનથી પણ બ્લડમાં હાજર ટોક્સિક પદાર્થોને બહાર કાઢી શકો છો. 

લોહી શુદ્ધ કરનાર 5 ફળ

1. બીટ

બીટ એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોય છે. જે લિવરના કાર્યોમાં સુધારો કરે છે. બ્લડને ડિટોક્સિફાઈ કરે છે. બીટ ખાવાથી ઈન્ફ્લેમેશન ઓછુ થાય છે. લિવરને સ્વસ્થ બનાવી રાખે છે. દરમિયાન બીટ ખાવાથી કે તેનો જ્યૂસ પીવાથી શરીરમાં લોહી તો વધે જ છે. બ્લડથી ટોક્સિક પદાર્થ પણ બહાર નીકળી જાય છે.

2. એવોકાડો

આ ફળમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડેન્ટ કમ્પાઉન્ડ જેવા વિટામિન સી, ઈ, લ્યૂટીન ભરપૂર હોય છે. આ તે પ્રદૂષકોનો નાશ કરે છે જે આર્ટરીઝને નુકસાન પહોંચાડે છે. એવોકાડોમાં વિટામિન ઈ હોય છે, જે સ્કિનને ઓક્સીડેટિવ તણાવ અને ફ્રી રેડિકલ્સના હાનિકારક પ્રભાવોથી બચાવે છે સાથે જ આમાં ઓમેગા-3 ફેટી એસિડ પણ ખૂબ હોય છે.

3. સફરજન

લોહી શુદ્ધ કરવા માટે સફરજન પણ એક શ્રેષ્ઠ અને લાભદાયી ફળ છે. તેના સેવનથી શરીરમાં આયર્નની ઉણપ હોતી નથી. આ એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી તત્વોથી ભરપૂર હોય છે. જે લોહી શુદ્ધિકરણ અને મુક્ત કણોને નાશ કરવામાં મદદ કરે છે. જેમાં મહત્વપૂર્ણ પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ અને પેક્ટિન પણ હાજર હોય છે. સફરજનમાં ડાઈટરી ફાઈબર હોય છે. જે શરીરથી હેવી મેટલ્સને હટાવવા માટે પણ જવાબદાર હોય છે.

4. બ્લુબેરી

આ ખાટા ફળમાં બ્લડને પ્યૂરિફાઈ કરવાના પ્રાકૃતિક ગુણ હાજર હોય છે. જેમાં વિટામિન્સ, એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે, જે સ્વસ્થ રક્ત કોષોની ઓક્સિડેશન અને કેન્સરગ્રસ્ત લિવર કોશિકાઓના નિર્માણને રોકે છે. બેરી બ્લડમાં હાજર ટોક્સિક પદાર્થોને સાફ કરવાનું કામ કરે છે. બ્લૂબેરીમાં વિટામિન સી પણ હોય છે. જે ઈમ્યૂનિટીને બૂસ્ટ કરે છે. લોહી સાફ રહે, જે માટે તમે રેસ્પબેરી, સ્ટ્રોબેરી, બ્લેકબેરી, ક્રેનબેરીનું પણ સેવન જરૂર કરો. 

5. સંતરા

વિટામિન સી થી ભરપૂર ફળ સંતરા ન માત્ર ઈમ્યૂનિટીને મજબૂત બનાવે છે પરંતુ બ્લડને શુદ્ધ, સાફ કરવામાં પણ કારગર છે. તેના સેવનથી બ્લડમાં ટોક્સિક પદાર્થ જમા થઈ શકતા નથી અને સરળતાથી બહાર નીકળી જાય છે. સાથે જ તમે ઘણા પ્રકારના રોગો, ઈન્ફેક્શનથી પણ બચાવ થાય છે.


Google NewsGoogle News