શરીરમાં કોલેસ્ટ્રોલના પ્રમાણને ઘટાડવા માટે આ 4 રીતે કરો આદુનું સેવન, મળશે ફાયદો
Image Source: Freepik
અમદાવાદ, તા. 23 ડિસેમ્બર 2023 શનિવાર
વધતુ કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે ખૂબ મોટી મુશ્કેલીનું કારણ બની જાય છે કેમ કે તેના કારણે હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હાર્ટ એટેક, ડાયાબિટીસ, કોરોનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝ જેવી જોખમી બીમારીઓ આમંત્રણ મળે છે અને શરીરના ઘણા અંગો પર તેની ખરાબ અસર પડે છે. જોકે અમુક ઘરેલુ નુસ્ખાની મદદથી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે. આદુનો ઉપયોગ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે કેમ કે તેમાં ટ્રાઈગ્લિસરાઈડ અને લિપોપ્રોટીન ઘટાડવાના ગુણ હોય છે.
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આ રીતે આદુનો ઉપયોગ કરો
1. કાચા આદુનું સેવન
આદુને ડાયરેક્ટ ખાવુ આરોગ્ય માટે ખૂબ લાભકારી સાબિત થઈ શકે છે. જો તમે ખૂબ વધુ ઓઈલી ફૂડ ખાધુ હોય તો કાચુ આદુ જરૂર ચાવો તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ વધવાનું જોખમ ઘટી જાય છે.
2. આદુનો પાઉડર
આદુનો પાઉડર તૈયાર કરવા માટે આ મસાલાને અમુક દિવસ સુધી તડકામાં સૂકવી લો અને પછી તેને મિક્સરમાં પીસીને પાઉડર તૈયાર કરી લો તેને સવારે ખાલી પેટ પાણીમાં મિક્સ કરીને પીશો તો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટવા લાગશે.
3. આદુનું પાણી
આદુનું પાણી બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં ખૂબ મદદરૂપ માનવામાં આવે છે. આ માટે તમે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ઈંચ આદુને કાપીને લગભગ 15 મિનિટ સુધી ઉકાળો અને પછી ગાળી લો. તમે જમ્યા બાદ આ પાણીને પીશો તો શરીરને તેનો રસ મળશે જે દરેક પ્રકારે ફાયદો પહોંચાડશે.
4. આદુ અને લીંબુની ચા
દૂધ, ચા અને ખાંડ વાળી ચા તો તમે ઘણી વખત પીધી હશે પરંતુ એકવખત લીંબુ અને આદુથી બનેલી ચા તમારે જરૂર ટ્રાય કરવી જોઈએ. ખાસ કરીને જ્યારે તમે તેલ અને મસાલેદાર ભોજનનું સેવન ખૂબ વધુ કરો છો તો તે બેડ કોલેસ્ટ્રોલ અને તેની ખરાબ અસરને લીંબુ-આદુની ચા જ ઘટાડે છે.