Get The App

વ્યાજખોરો સામે સપાટોઃવેપારીને 6 લાખ આપી 15 લાખ વસૂલનાર ઘનશયામ ફૂલબાજે સહિત 6 સામે ગુનો

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
વ્યાજખોરો સામે સપાટોઃવેપારીને 6 લાખ આપી 15  લાખ વસૂલનાર ઘનશયામ ફૂલબાજે સહિત 6 સામે ગુનો 1 - image

વડોદરાઃ શહેરમાં વ્યાજના નામે જોહુકમી કરતા તત્વો સામે પોલીસ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.તાજેતરમાં નામચીન કલ્પેશ કાછીયાનું નામ વ્યાજખોરીમાં ખૂલ્યા બાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઘનશ્યામ ફૂલબાજે અને તેના સાગરીતો સામે ફરિયાદ નોંધાઇ છે.

ગોત્રી વિસ્તારમાં પંચમુખી હનુમાન મંદિર પાસે આર્યા ગોવર્ધન ખાતે રહેતા સૃષ્ટિરાજ પવારે પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૧૭માં હું અર્બન કોમ્પ્લેક્સમાં રેસ્ટોરાં ચલાવતો હતો ત્યારે ઘનશ્યામ ફૂલબાજે જમવા માટે આવતો હોવાથી તેનો પરિચય થયો હતો અને તેણે ફાઇનાન્સનું કામ કરૃં છું, પૈસાની જરૃર હોય તો કહેજે તેમ કહ્યું હતું.

કોવિડમાં ધંધા પર અસર થતાં મેં ઘનશ્યા પાસેથી રૃ.એક લાખ પાંચ ટકા વ્યાજે લીધા હતા.ત્યારબાદ જાન્યુઆરી-૨૦૨૧માં ઘનશ્યામે વિહાન કોમ્પ્લેક્સમાં આવેલી તેની દુકાન મને રૃ.૧૫ હજાર માસિક ભાડેથી આપી હતી.જેમાં ફર્નિચરના ખર્ચ પેટે મેં રૃ.પ લાખ પ ટકાના વ્યાજે લીધા હતા.

દુકાનદારે કહ્યું છે કે,વર્ષ-૨૦૧૭થી ફેબુ્રઆરી-૨૦૨૪ સુધી મેં ૬ લાખની સામે કુલ રૃ.૧૫.૦૪લાખ ચૂકવ્યા હતા  અને તેમ છતાં ઘનશ્યામ તેમજ તેના માણસો મારી પાસે સતત ઊઘરાણી કરી ચેક બાઉન્સની ધમકી આપતા હતા.ગોત્રી પોલીસે આ ફરિયાદને આધારે ઘનશ્યામ સહિત છ જણા સામે ગુનો નોંધ્યો છે.

વ્યાજની ઓનલાઇન ચૂકવણી કરી,કોને કેટલા રૃપિયા આપ્યા

વેપારીએ પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે,ઘનશ્યામ ફૂલબાજે અને તેના સાગરીતો ઊઘરાણી માટે આવતા હતા.હું ઓનલાઇન  પણ વ્યાજ ચૂકવતો હતો.જેમાં કુલ રૃ.૧૫.૦૪ લાખમાંથી ૧૦.૫૪ લાખ ઓનલાઇન ચૂકવ્યા છે.જ્યારે,બાકીના ૪.૫૦લાખ કેશ આપ્યા છે.

આ પૈકી ક્રિષ્ણા કહારને રૃ.૫.૩૪ લાખ, કિરણને રૃ.૪૫ હજાર,સનીને રૃ.૧.૫૦ લાખ અને નરેન્દ્ર શર્માને રૃ.૨.૨૫ લાખ ચૂકવ્યા છે.


Google NewsGoogle News