ચિપથી થશે માણસોના મગજ કંટ્રોલ! એલન મસ્કની કંપની કરવા જઈ રહી છે મોટું કારનામું

કંપનીએ જાહેરાત કરી છે કે આ ચિપ દ્વારા લકવાગ્રસ્ત વ્યક્તિના શરીરના કેટલાક ભાગોમાં મુવમેન્ટ લાવી શકાશે

જો કે આ ચિપ માણસો માટે કેટલી સુરક્ષિત છે તે ખરેખર તપાસનો વિષય છે

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
ચિપથી થશે માણસોના મગજ કંટ્રોલ! એલન મસ્કની કંપની કરવા જઈ રહી છે મોટું કારનામું 1 - image
Image Twitter 

તા. 2 ઓક્ટોબર 2023, સોમવાર 

વિજ્ઞાન ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે, રોજ નવી નવી શોધ કરવામાં આવી રહી છે. ત્યા સુધી કે એવા રોબોર્ટ બનાવ્યા છે જે બિલકુલ માણસો જેવા દેખાય છે અને માણસો જેવુ કામ પણ કરે છે. પરંતુ હજુ સુધી એવા મશીનો નથી બનાવ્યા કે જે માણસની જેમ સમજી વિચારી શકે. વિશ્વમાં ટેકનોલોજી દિવસે દિવસે વધી રહી છે. ત્યારે આજે એલન મસ્કની કંપનીએ જાહેરાત કરી છે કે આ ચિપ દ્વારા શરીરના એ ભાગોમાં મુવમેન્ટ લાવી શકાય છે, જે લકવાના કારણે કામ કરવાનું બંધ કરી દીધુ હોય.

એલન મસ્કની કંપની માણસોના મગજને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહી છે; સોશિયલ મીડિયા પર ચર્ચાઓ

તાજેતરમાં એલન મસ્કની કંપનીએ માણસોના મગજમાં ચિપ લગાવના છે. જે સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે આવુ કરીને એલન મસ્કની કંપની માણસોના મગજને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ એલન મસ્કની કંપની તેને માણસોની સભ્યતા માટે સૌથી મોટી શોધ અને મેડીકલ સાયન્સમાં સૌથી મોટો ચમત્કાર કહી રહ્યા છે. આવો જાણીએ કે આખરે શું છે આ ચિપ કેવી રીતે મગજ પર કામ કરશે.

કેવી રીતે કામ કરશે આ ચિપ 

એલન મસ્કની કંપની ન્યુરાલિંકનું કહેવુ છે કે, આ ચિપ મગજને કન્ટ્રોલ નહી કરે પરંતુ જે લોકો લકવાના કારણે પીડાઈ રહ્યા છે તેને મદદ કરશે. હકીકતમાં ન્યુરાલિંક એવા દર્દીઓ પર પરિક્ષણ કરવા ઈચ્છે છે કે, જેને સર્વાઈકલ સ્પાઈનલ કોર્ડ અથવા એમિટ્રોફિક લેટરલ સ્કલેરોસિસની કારણે પેરાલિસિસ થયો છે. 

આ બીમારીઓને સારવાર આપશે આ ચિપ 

આ ચિપ લકવાની સાથે સાથે મોટાપા, ઓટિઝ્મ, ડિપ્રેશન અને સ્કિત્સોફ્રેનિયા જેવી બીમારીનો ઈલાજમાં મહત્વની ભૂમિકા રહેશે. જો કે આ ચિપ માણસો માટે કેટલી સુરક્ષિત છે તે જરુર તપાસનો વિષય છે. 


Google NewsGoogle News