ચીનની ચેતવણી! ફરી વધી શકે છે કોરોનાનું જોખમ, ભારતમાં JN.1ના કુલ 1200 કેસ નોંધાયા

અત્યાર સુધીમાં ભારતના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં JN.1ના કેસ નોંધાયા છે

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
ચીનની ચેતવણી! ફરી વધી શકે છે કોરોનાનું જોખમ, ભારતમાં JN.1ના કુલ 1200 કેસ નોંધાયા 1 - image


Corona New Sub Variant JN.1: ચીનમાં પહેલી જાન્યુઆરી 2024થી અત્યાર સુધી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ હવે ચીને ચેતવણી આપી છે કે, કોરોના સંક્રમણના વધી શકે છે. ચીનની સરકારે પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે.

ચીનમાં કોરોના સંક્રમણ વધવાનો ખતરો

ચીનની નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા મી ફેંગે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,’ ચીનની હોસ્પિટલોમાં હાલમાં તાવના ઓછા દર્દીઓ છે, પરંતુ શ્વાસ સંબંધી બીમારી જેમકે ઈન્ફલ્યુએન્ઝા અને કોરોનાનું જોખમ હજુ પણ મંડરાઈ રહ્યું છે. દેશમાં ઈન્ફલ્યુએન્ઝાનું સંક્રમણ ઓક્ટોબરથી શરૂ થયો હતો. દક્ષિણ પ્રાંતોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસોમાં 36.8 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ઉત્તરીય રાજ્યોમાં કેસોમાં 57 ટકાનો વધારો થયો છે. ઘણાં કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે જે દર્દીઓ ઈન્ફ્લુએન્ઝા એ વાયરસથી સંક્રમિત હતા તેઓ પણ ઈન્ફ્લુએન્ઝા બી વાયરસથી સંક્રમિત થયા હતા. આનો અર્થ એ થયો કે ઈન્ફલ્યુએન્ઝાના સંક્રમણના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી હતી. ત્યારે એવી સંભાવના છે કે નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો પણ કોરોના સંક્રમણનો શિકાર બની શકે છે.’

ભારતમાં JN.1 કેસ 1200 સુધી પહોંચી ગયા છે

ઇન્ડિયન SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG)ના રિપોર્ટ અનુસાર,ભારતમાં શનિવાર સુધી કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1ના કુલ 1200 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ભારતના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં JN.1ના કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો હતો, જેને લઈને આરોગ્ય મંત્રાલયે પણ એલર્ટ જાહેર કર્યું હતું અને લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવા અને લોકોથી અંતર જાળવવા સૂચના આપી હતી.


Google NewsGoogle News