Get The App

કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન: ICUમાં દાખલ કરવા માટે દર્દી અથવા તેના સગાંની મંજૂરી અનિવાર્ય

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન: ICUમાં દાખલ કરવા માટે દર્દી અથવા તેના સગાંની મંજૂરી અનિવાર્ય 1 - image


Image Source: Twitter

- હોસ્પિટલો મંજૂરી વિના દર્દીને ICUમાં દાખલ નહીં કરી શકે, કેન્દ્ર સરકારે જારી કરી નવી ગાઈડલાઈન

નવી દિલ્હી, તા. 03 જાન્યુઆરી 2023, બુધવાર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ICUમાં દાખલ કરવાના પોતાની હાલની ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે, હોસ્પિટલ ગંભીર રીતે બીમાર દર્દીઓને તેમના અથવા તેમના પરિવારજનોના ઈનકાર કરવા પર ICUમાં દાખલ ન કરી શકે. 24 એક્સપર્ટસ દ્વારા તૈયાર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં અનેક ભલામણ કરવામાં આવી છે. 

તેમાં કહેવામાં આવ્યું છે કે, જો ગંભીર રીતે બીમાર દર્દી અથવા બીમારીની સારવાર શક્ય ન હોય અથવા ઉપલબ્ધ ન હોય અને થઈ રહેલી સારવારની કોઈ અસર નથી થવાની અને ખાસ કરીને દર્દીના જીવિત રહેવાની દ્રષ્ટિએ તો તે દર્દીને ICUમાં રાખવું એ નિરર્થક સંભાળ રાખવા બરાબર છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ દર્દી અથવા દર્દીના પરિવારજનો ICUમાં દેખરેખની વિરુદ્ધ છે તો તે દર્દીને ICUમાં દાખલ ન કરવો જોઈએ.

કયા દર્દીઓને ICUમાં રાખવામાં આવે છે

- મહામારી અથવા આપત્તિની સ્થિતિમાં જ્યારે સંસાધનો મર્યાદિત હોય ત્યારે દર્દીને ICUમાં રાખવા માટે નિમ્ન પ્રાથમિકતાના માપદંડો ધ્યાનમાં રાખવા જોઈએ.

- ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સર્જરી બાદ સ્થિતિ ખરાબ થઈ જાય અથવા જે દર્દીને મોટી સર્જરી બાદ જટિલતાનું જોખમ થઈ શકે છે તેને ICU દાખલ કરવું આવશ્યક છે.

- દર્દીને ICUમાં દાખલ કરવાનો માપદંડ કોઈ અંગનું કામ કરવાનું બંધ થઈ જવું અને મદદની જરૂરિયાત અથવા સારવારમાં અછતની સંભાવના પર આધારિત હોવો જોઈએ.

- જે દર્દીઓના હદય અથવા શ્વસન અસ્થિરતા જેવી કોઈ મોટી ઈન્ટ્રાઓપરેટિવ જટિલતા અનુભવાય અથવા મોટી સર્જરી થઈ હોય તે પણ માપદંડોમાં સામેલ છે. 

ગાઈડલાઈનમાં ગંભીર રીતે બીમાર દર્દીઓને જે સ્થિતિઓમાં ICUમાં દાખલ ન કરવા માટે કહેવામાં આવ્યું છે તેમાં- દર્દી અથવા દર્દીના પરિવાર દ્વારા ICUમાં દાખલ કરવાનો ઈનકાર કરવો, કોઈપણ બીમારી કે જેની સારવાર મર્યાદિત હોય તે સામેલ છે.


Google NewsGoogle News