કયા દર્દીઓને ICUમાં દાખલ કરવા અને કોને નહીં? સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઈન
પરિવારના સભ્યોની સંમતિ વિના હોસ્પિટલ દર્દીને આઈસીયુમાં દાખલ કરી શકશે નહીં
ICU Guidelines And Protocols: દેશમા પહેલીવાર સ્વાસ્થ્ય મંત્રાલયે ઈન્ટેસિવ કેર યુનિટ (ICU) હેઠળ સારવાર માટે દર્દીની જરૂરિયાતોને આધારે નિર્ણય લેવા હોસ્પિટલો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલમાં ગંભીર રીતે બીમાર દર્દીઓને તેમના અને તેના સંબંધિઓ દ્વારા ઈનકાર કરવાના કિસ્સામાં આઈસીયુમાં દાખલ કરી શકાય નહીં.
24 ટોચના ડોક્ટરોની પેનલને ગાઈડલાઈન તૈયાર કરી
આઈસીયુમાં દાખલ કરવા સંબંધિત આ ગાઈડલાઈન ક્રિટિકલ કેર મેડિસિનમાં વિશેષજ્ઞતા વાળા 24 ટોચના ડોક્ટરોની પેનલ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. જેમાં તબીબી પરિસ્થિતિઓની સૂચિ બનાવી છે જેમાં દર્દીને આઈસીયુમાં રાખવાની જરૂર છે.
કયા દર્દીને આઈસીયુમાં દાખલ કરવા અને કોને નહીં?
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો ગંભીર અથવા અસાધ્ય બીમારીવાળા દર્દીઓની હોસ્પિટલમાં સારવાર શક્ય ન હોય અથવા ઉપલબ્ધ ન હોય અને સારવાર ચાલુ રાખવાથી દર્દીના જીવિત રહેવા પર કોઈ અસર થતી નથી, તો આવા દર્દીને આઈસીયુમાં રાખવા જોઈએ નહીં. કેટલીક પરિસ્થિતીઓ એવી હોય છે જેમાં દર્દીને આઈસીયુમાં રાખવા ખૂબ જરૂરી બની જાય છે. એવા કિસ્સાઓમાં કે જ્યા સર્જરી બાદ સ્થિતિ વધુ બગડે અથવા મોટી સર્જરી બાદ જટિલતાઓનું જોખમ ધરાવતા દર્દીઓને આઈસીયુમાં દાખવ કરવાની જરૂર પડે છે.