Get The App

વડોદરામાં ટ્રી હાઉસ હાઈસ્કૂલના સંચાલકો દ્વારા મિલકત વેચવાની પેરવી કરાતા CBSC ની નોટિસ

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ટ્રી હાઉસ હાઈસ્કૂલના સંચાલકો દ્વારા મિલકત વેચવાની પેરવી કરાતા CBSC ની નોટિસ 1 - image


Vadodara : વડોદરામાં અટલાદરા વુડા કોલોની પાસે આવેલી ટ્રી હાઉસ હાઈસ્કૂલ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના એફીલેશન અંતર્ગત નોંધાયેલ છે. શાળા સંચાલકોએ તંત્રને વિશ્વાસમાં લીધા વિના શાળાની મિલકત વેચાણ કે એગ્રીમેન્ટ કરવાની પ્રક્રિયા કરી છે. જે બાબત સીબીએસસી બોર્ડને ધ્યાને આવતા સરકારી તંત્રએ શાળા સંચાલકોની નોટિસ ફટકારી છે અને ૩૦ દિવસમાં જવાબ રજૂ કરવાની સૂચના આપી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્કુલ એજ્યુકેશને અટલાદરા વિસ્તારની વુડા કોલોની પાસે આવેલ ટ્રી હાઉસ હાઈસ્કૂલના સંચાલકોને નોટિસ આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આપની શાળા અમારી સાથે એક એફિલેશન અંતર્ગત જોડાયેલી છે. જેમાં શાળા સંચાલકોએ વિવિધ કાયદા અને પેટા કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે. શાળાએ તારીખ 1 એપ્રિલ 2022થી તારીખ 31 માર્ચ 2017 સુધી એફિલેસન નંબર 430259 અંતર્ગત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે કરાર કર્યા છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડને એવી બાબત ધ્યાનમાં આવી છે કે, ટ્રી હાઉસ હાઈ સ્કુલ દ્વારા શાળાની મિલકત વેચવાનો કે તે સંબધિત એગ્રીમેન્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રમેશભાઈ દેસાઈ અથવા ઝબ્બર રીયલ્ટી એલએલપી સાથે તેઓ કેટલાક વેચાણ દસ્તાવેજ કરતા હોવાનું સીબીએસસીને માલુમ પડ્યું છે. જેથી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે શાળા સંચાલકોને આ મામલે નોટિસ ફટકાડી છે અને તેઓએ શાળા જો હકીકતે શાળાની કોઈ મિલકત વેચવાની પ્રક્રિયા કરી હોય તો તેમાં સરકારી વિભાગ સાથે થયેલ કરારનો ભંગ થઈ રહ્યો છે તેવો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે આ મામલે તારીખ 5 ડિસેમ્બર 2024ના રોજ ટ્રી હાઉસ હાઈસ્કૂલના મેનેજમેન્ટને નોટિસ આપી આગામી 30 દિવસમાં આ અંગે યોગ્ય ખુલાસો કરવાની તાકીદ કરી છે.

એડમિશન પ્રક્રિયા ટાણે વિવાદ ઉભો થતા વાલીઓમાં ચિંતા 

અટલાદરા વુડા કોલોની પાસે આવેલ ટ્રી હાઉસ હાઇસ્કુલ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના એફિલેશન અંતર્ગત તારીખ 31 માર્ચ 2017ના સમયગાળા સુધી કરાર હેઠળ સંકળાયેલ છે. શાળાએ સીબીએસઇના નિયમોનું જરૂરી પાલન કરવું અનિવાર્ય છે. તો બીજી તરફ સીબીએસસી દ્વારા શાળા સંચાલકોને નોટિસ અપાતા એડમિશન પ્રક્રિયા ટાણે જ વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. શાળા સંચાલકો કયા કારણોસર એની મિલકત અંગેના વ્યવસાયિક કરાર કરી રહ્યા છે ? તેવો સવાલ દરેક વાલીઓને સતાવી રહ્યો છે. ત્યારે અહીં એડમિશન લેનાર વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું ? તે ચર્ચા શરૂ થઈ છે.


Google NewsGoogle News