ડાયાબિટિસના દર્દીઓએ એક દિવસમાં કેટલા કેળા ખાવા જોઈએ? તમે આ ભૂલ ના કરતા, જાણો એક્સપર્ટની સલાહ

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
ડાયાબિટિસના દર્દીઓએ એક દિવસમાં કેટલા કેળા ખાવા જોઈએ? તમે આ ભૂલ ના કરતા, જાણો એક્સપર્ટની સલાહ 1 - image

Image: freepik

નવી દિલ્હી,તા. 25 સપ્ટેમ્બર 2023, સોમવાર  

કેળામાં ભરપૂર માત્રામાં ફાઈબર, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન A હોય છે. કેળા ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને પાચનતંત્ર પણ મજબૂત રહે છે. કેળા ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.  કેળા શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે .પરંતૂ ડાયાબિટીસના દર્દીઓને ગળી વસ્તુઓ ઓછી માત્રામાં ખાવાની સલાહ આપવામાં આવે છે, ત્યારે સવાલ એ છે કે, ડાયાબિટીસના દર્દીઓને કેળા ખાવા જોઇએ? 

ડાયેટિશિયન અને ડાયેટ મંત્રના ફાઉન્ડર કામિની સિંહા અનુસાર, કેળા સ્વાદમાં મીઠા હોય છે અને તેમાં પુષ્કળ કાર્બોહાઇડ્રેટ હોય છે. જો કે, કેળાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે, જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ પણ કેળા ઓછી માત્રામાં ખાઈ શકે છે.

કેળામાં ફાઈબર સહિત ઘણા બધા જરૂરી પોષક તત્વો હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓને ઘણો ફાયદો આપી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ દરરોજ એક મીડિયમ સાઇઝનું કેળું ખાઈ શકે છે. જો કે, જે લોકોને બ્લડ સુગરની વધઘટની સમસ્યા હોય, તેમણે કેળાનું સેવન કરતા પહેલા ડાયેટિશિયન અથવા ડૉક્ટરની સલાહ લેવી જોઇએ. 

ડાયેટિશિયન્સ અનુસાર, કાચા કેળાનું સેવન પાકા કેળા કરતાં વધુ ફાયદાકારક હોઈ શકે છે. જો ડાયાબિટીસના દર્દીઓ કાચા કેળા ખાય તો તેમની બ્લડ સુગર ઝડપથી વધતુ નથી. 

પાકેલા કેળામાં ખાંડની માત્રા વધુ હોય છે, જે બ્લડ સુગર વધારી શકે છે. તમને ડાયાબિટીસ છે અને તમારા ડૉક્ટર કેળા ખાવા માટે હા કહે છે, તો વધુ માત્રામાં કેળા ન ખાઓ.


Google NewsGoogle News