Get The App

બાફેલા કે ઠંડા બટાકા? કયા છે સ્વાસ્થ્ય માટે લાભદાયી, જાણો હકીકત

Updated: Aug 20th, 2024


Google News
Google News
બાફેલા કે ઠંડા બટાકા? કયા છે સ્વાસ્થ્ય માટે લાભદાયી, જાણો હકીકત 1 - image


Image: Freepik

Potatoes: જ્યારે પણ કોઈ શાકભાજીની વાત આવે છે તો આપણા મગજમાં બટાકાનો ખ્યાલ સૌથી પહેલા આવે છે કેમ કે બટાકા એકમાત્ર એવી શાકભાજી છે જેને તમે કોઈ પણ શાકભાજીની સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. તેનો સ્વાદ બમણો થઈ જાય છે પરંતુ સવાલ એ ઉઠે છે કે બટાકા ફ્રાય કે બાફીને કઈ રીતે ખાવા ખૂબ વધુ લાભદાયી હોય છે.

બાફેલા બટાકા કે ઠંડા બટાકા બંનેમાંથી કયા શ્રેષ્ઠ?

બટાકા એક એવી શાકભાજી છે જેને તમે કોઈ પણ રીતે ખાવ તમે નિરાશ થાવ નહીં. તેને તમે ફ્રેન્ચ ફ્રાઈસ-દમ આલુ કોઈ પણ રૂપમાં ખાઈ શકો છો પરંતુ બટાકાની સાથે એક સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેને હંમેશા કેલેરી સાથે જોડવામાં આવે છે.

ઠંડા બટાકામાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે

બટાકાને રાંધ્યા અને ઠંડા કર્યા બાદ તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધી જાય છે. આ સ્ટાર્ચ નાના આંતરડામાં પચ્યા વિના જતાં રહે છે. જેના કારણે આ એક સારુ પ્રોબાયોટિક બની જાય છે જે આંતરડામાં સારા બેક્ટેરિયાને પોષણ આપે છે અને બદલામાં આંતરડાના માઈક્રોબાયોટાને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે.  

બટાકામાં 4 પ્રકારના સ્ટાર્ચ હોય છે

RS1: સંપૂર્ણ કે આંશિકરીતે પીસેલા અનાજ અને બીજમાં હોય છે જ્યાં સ્ટાર્ચ શારીરિક રીતે પાચન માટે દુર્ગમ હોય છે.

RS2: કાચા બટાકા, કાચા કેળા અને અમુક કઠોળમાં હોય છે.

RS3 (રેટ્રોગ્રેડેડ સ્ટાર્ચ): સ્ટાર્ચથી ભરપૂર ફૂડ આઈટમને રાંધવા અને પછી ઠંડુ કરવા પર આ પ્રકારના સ્ટાર્ચ બને છે. જેમ કે બટાકા, ચોખા અને પાસ્તા.

RS4 : સ્ટાર્ચ જેને પાચનનો વિરોધ કરવા માટે રાસાયણિક રીતે પરિવર્તિત કરવામાં આવે છે.

ઠંડા બટાકા રાંધવાની સૌથી સારી રીત કઈ છે?

આ હેક તે તમામ વ્યસ્ત લોકો માટે ઉપયોગી છે જે ઓછા નકારાત્મક પ્રભાવોની સાથે બટાકા અને અન્ય સ્ટાર્ચ ખાવાનું પસંદ કરે છે. બટાકાને બાફી દો અને તેને ઠંડુ કરીને કોઈ પણ રેસિપી જેમ કે પરાઠા કે શાકભાજીમાં ઉપયોગ કરો.

તમે સ્ટાર્ચ પ્રતિકાર કેવી રીતે જાળવી શકો છો?

સ્ટાર્ચને પહેલા બાફીને, વરાળથી, ગ્રિલ કરીને કે શેકીને પોતાની પસંદ અનુસાર રાંધો. તે બાદ બટાકાને 3થી 4 કલાક કે 8 થી 12 કલાક માટે ફ્રિજમાં ઠંડુ કરી શકાય છે.

Tags :
HealthPotatoesBoiledColdBenefit

Google News
Google News