માર્કેટમાં આવશે કાળા ઘઉં, ડાયાબિટીસ, કેન્સર અને હૃદયના દર્દીઓ માટે દવા સમાન
આ રંગીન ઘઉંની રોટલી એને દાળ ખાવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વોને કચરા રુપે બહાર કાઢે છે.
કાળા ઘઉંમાં એન્થોકયાનિન પિગમેન્ટેશનનું પ્રમાણ 140, જ્યારે સામાન્ય ઘઉમાં 5થી 10 પીપીએમ
Image Twitter |
તા. 12 જાન્યુઆરી 2024, શુક્રવાર
black wheat : હાલમાં હરિયાણા કૃષિ યુનિવર્સિટી અને મોહાલીની એક સંસ્થાએ સાથે મળીને રોગ પ્રતિરોધક રંગીન ઘઉં વિકસાવ્યા છે. આ ઘઉં ડાયાબિટીસ જેવી બીમારીઓ ઉપરાંત કેન્સર તેમજ હૃદય રોગના દર્દીઓ માટે ફાયદા કારક છે. આ ઘઉંમાં ભરપુર માત્રામાં એન્થોકયાનિન પિગમેન્ટેશન નામનું તત્વ રહેલું છે, જે એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે. આ રંગીન ઘઉંની રોટલી એને દાળ ખાવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વોને કચરા રુપે બહાર કાઢે છે.
રંગીન ઘઉંનું હેક્ટર દીઠ 50 થી 60 ક્વિન્ટલ ઉત્પાદનનું યુનિવર્સિટીનું લક્ષ્યાંક
હરિયાણા કૃષિ યુનિવર્સિટી, હિસાર અને નેશનલ એગ્રી ફૂડ બાયોટેક ઈન્સ્ટિટ્યૂટે વર્ષ 2019માં એક કરાર કર્યો હતો, જે અંતર્ગત માહોલીમાં રંગીન ઘઉં પેદા કરવામાં આવશે અને હિસારમાં ઘઉંનાં નિષ્ણાતોએ ઘઉંની બીજી અન્ય જાતો પર સંવર્ધન કરી તેનુ ઉત્પાદન વધારવા બાબતે સમજુતી થઈ હતી. જેમા આ દિશામાં કામ કરતાં વૈજ્ઞાનિકોએ હવે કાળા રંગના ઘઉં શોધી કાઢ્યા છે. આ ઉપરાંત તેમા સારુ ઉત્પાદન પણ મેળવ્યું છે. હાલમાં સરબતી ઘઉંનું ઉત્પાદન 50 થી 60 હજાર ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. યુનિવર્સિટીનો રંગીન ઘઉં ઉત્પાદનનો લક્ષ્યાંક પણ હેક્ટર દીઠ 50 થી 60 ક્વિન્ટલ કરવાનો છે. રંગીન ઘઉંમાં એન્થોકયાનિન પિગમેન્ટેશનનું તત્વ ભરપુર પ્રમાણમાં રહેલું છે, જે એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે.
કાળા ઘઉંમાં એન્થોકયાનિન પિગમેન્ટેશનનું પ્રમાણ 140, જ્યારે સામાન્ય ઘઉમાં 5થી 10 પીપીએમ
આ બાબતે ઘઉંના નિષ્ણાત ડૉ. ઓ.પી. બિશ્નોઈનું કહેવું છે કે, ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવતા સામાન્ય ઘઉંમાં એન્થોકયાનિન પિગમેન્ટેશનનું પ્રમાણ માત્ર 5 થી 10 પીપીએમ હોય છે. જાંબલી રંગના ઘઉંમાં તેનું પ્રમાણ 40 પીપીએમ સુધી હોય છે, જ્યારે કાળા ઘઉંમાં તેનું પ્રમાણ 140 પીપીએમ સુધી રહેલું હોય છે. ડોકટરના કહેવા પ્રમાણે આ ઘઉંમાં રહેલા એન્ટીઑકિસડન્ટ તત્વ બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધારે છે અને સુગર, ડાયાબિટીસ, કેન્સર અને હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ સામે લડવાની તાકાત આપે છે. આ ઉપરાંત પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. ડોક્ટરો બીમાર લોકોને બ્લેક બેરી, બીટરૂટ અને જામુન જેવા ફળો ખાવાની સલાહ આપતા હોય છે તેનું કારણ છે તેમાં એન્થોકયાનિનનું પ્રમાણ વધુ હોય છે. એચએયુની મદદથી વિકસાવવામાં આવેલા આ રંગીન ઘઉં ખાવાથી વ્યક્તિને અનેક ફાયદા થાય છે.