કારેલાના છે અઢળક ફાયદા પરંતુ આ 5 લોકોએ તેના સેવનથી રહેવું જોઈએ દૂર

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
કારેલાના છે અઢળક ફાયદા પરંતુ આ 5 લોકોએ તેના સેવનથી રહેવું જોઈએ દૂર 1 - image


Image: Freepik

Bitter Gourd: કારેલા પોતાના કડવા સ્વાદ માટે જાણીતાં છે પરંતુ આ ઔષધીય ગુણોનો પણ ખજાનો છે. આ ડાયાબિટીસ, લિવરની સમસ્યાઓ અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે પરંતુ દરેક વસ્તુની જેમ કારેલાના પણ અમુક ફાયદા છે તો અમુક નુકસાન પણ. અમુક લોકો માટે કારેલા આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ગર્ભવતી મહિલાઓ

કારેલામાં અમુક એવા તત્વ હોય છે, જે ગર્ભાશયના સંકુચનને વધારી શકે છે. તેનાથી પ્રી-મેચ્યોર ડિલીવરી કે ગર્ભપાતનું જોખમ થઈ શકે છે. તેથી ગર્ભવતી મહિલાઓએ કારેલાનું સેવન કરવાથી બચવું જોઈએ. 

સ્તનપાન કરાવનાર મહિલાઓ

કારેલામાં હાજર અમુક તત્વ સ્તનના દૂધમાં પણ પહોંચી શકે છે. આ તત્વ શિશુ માટે હાનિકારક હોઈ શકે છે. તેથી સ્તનપાન કરાવનાર માતાઓએ પણ કારેલાના સેવનથી બચવું જોઈએ. 

જેમનું બ્લડ શુગર લેવલ ઓછું છે

કારેલામાં એક ખાસ ગુણ હોય છે કે આ લોહીમાં શુગરના પ્રમાણને ઘટાડવામાં મદદ કરે છે પરંતુ જો તમે પહેલેથી જ ડાયાબિટીસની દવાઓ ખાઈ રહ્યા છો કે તમારું બ્લડ શુગર લેવલ ઘણી વખત ઓછું રહે છે તો કારેલાનું સેવન તમારા માટે નુકસાનદાયક હોઈ શકે છે. તેનાથી બ્લડ શુગરનું લેવલ ખૂબ વધુ ઘટી શકે છે.

ગ્લુકોઝ-6-ફોસ્ફેટ ડિહાઈડ્રોજનેજ (G6PD) ની ઉણપ

આ એક આનુવંશિક બીમારી છે. તેમાં શરીરના રેડ બ્લડ સેલ્સ કમજોર પડી જાય છે. કારેલાના બીજમાં અમુક એવા તત્વ હોય છે, જે (G6PD) ની ઉણપથી ગ્રસ્ત લોકોમાં લોહીની ઉણપનું કારણ બની શકે છે.

સર્જરી કરાવનાર દર્દી

કારેલામાં લોહી જામવાની પ્રક્રિયાને ધીમી કરનાર તત્વ હોય છે. જો તમે કોઈ સર્જરીની તૈયારી કરી રહ્યાં છો કે તાજેતરમાં જ સર્જરી કરાવી ચૂક્યા છો તો કારેલાનું સેવન તમારા માટે નુકસાનદાયક હોઈ શકે છે. તેનાથી લોહીનું વહેવું વધુ થઈ શકે છે.


Google NewsGoogle News