હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે વરદાન છે આ 8 સુપરફૂડ
અમદાવાદ, 25 ડિસેમ્બર 2018, મંગળવાર
શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધી જવાથી હાર્ટ એટેક, ધમનીના રોગ તેમજ સ્ટ્રોકની શક્યતા વધી જાય છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે HDL અને LDL, એટલે કે ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ. ખરાબ કોલેસ્ટ્રોલ ચીકણું અને જાડું હોય છે જે શરીરમાં વધે તો અનેક સમસ્યાઓ થાય છે. હાઈ પ્રોટીન ડાયટ લેવાથી શરીરમાં તેની માત્રા વધે છે. પરંતુ કેટલાક ખાસ પ્રકારના ફૂડ લેવાથી આ કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે.
હાઈ કોલેસ્ટ્રોલને સમજો
ઉચ્ચ માત્રામાં વસાયુક્ત ખોરાક ખાવાથી લોહીમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. તેનાથી રક્તનળીઓમાં વસા જામે છે અને તેનાથી બ્લડ સર્કુલેશનની તકલીફ થાય છે. આ તકલીફના કારણે હૃદય અને મગજ માટે જોખમ ઊભું થાય છે.
કોલેસ્ટ્રોલ વધવાનું કારણ
વધારે પ્રમાણમાં સેચ્યુરેટેડ ફેટ અને ટ્રાંસ ફેટનું સેવન
શારીરિક શ્રમનો અભાવ
વધારે પડતું વજન
આનુવાંશિક કારણો તેમજ વ્યસન
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કરો આ દેશી ઉપચાર
કોલેસ્ટ્રોલની તકલીફ હોય તેમણે પોતાના ખોરાકમાં આ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. અંકુરિત અનાજ, સફરજન, નાશપતી, દલિયા, અળસી, જવ જેવી વસ્તુઓ પણ કોલેસ્ટ્રોલના દર્દી માટે લાભકારી સાબિત થાય છે. આ ઉપરાંત આ 8 વસ્તુઓ ખાવાથી પણ કોલેસ્ટ્રોલની સમસ્યાને દૂર કરી શકાય છે.
લસણ
લસણ ઔષધીય ગુણ ધરાવે છે. તે બ્લડ પ્રેશરને કાબુમાં રાખે છે અને કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે.
આમળા
આમળા હૃદયને સ્વસ્થ રાખવાની સાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. એટલા માટે જ ડાયટમાં આમળાનું સેવન જરૂરી છે.
સુકા મેવા
અખરોટ, બદામ, મગફળી, પિસ્તા જેવા સુકા મેવા હાઈ કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખવા માટે લાભકારી હોય છે. રીસર્ચ અનુસાર નિયમિત રીતે અખરોટ ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે.
પાલક
પાલકમાં વિટામિન, આયરન અને અન્ય ખનિજ તત્વો હોય છે. આ તત્વો ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જામવા નથી દેતા. કોલેસ્ટ્રોલના દર્દીએ રોજ અડધો કપ પાલક ખાવી જોઈએ.
લીલા ધાણા
રિસર્ચ અનુસાર લીલા ધાણામાં પણ કોલેસ્ટ્રોલને ઘટાડવાની શક્તિ છે. તે શુગરને પણ કંટ્રોલ કરે છે.
ડુંગળી
લાલ ડુંગળીનું સેવન હાઈ કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે લાભકારક છે.
ઓમેગા 3 ફેટી એસિડ
ઓમેગા 3 ફેટી એસિડ ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. તે રક્તમાં વસાનું પ્રમાણ પણ ઘટાડે છે.
હાઈ કોલેસ્ટ્રોલમાં આ વસ્તુઓથી રહો દૂર
સૈચુરેટેડ ફેટ અને તેલયુક્ત પદાર્થ
ટ્રાંસ ફેટ
ફેટયુક્ત પદાર્થ
ઈંડાનો પીળો ભાગ
દૂધના ખાદ્ય પદાર્થ અને ક્રીમ
બજારના ફ્રાઈડ ફૂડ