જાણો, સવારે ખાલી પેટ તલ ખાવાથી શું ફાયદા થાય છે?
નવી દિલ્હી, તા. 02 ફેબ્રુઆરી 2021, મંગળવાર
શિયાળાની શરૂઆત થઇ નથી કે બધા તલસાકડી, તલના લાડુ, ગજક, તિલકુટ આ બધી વસ્તુઓ ખાવાનું પસંદ કરતા હોય છે. તલની તાસીર ગરમ હોય છે એટલા માટે શિયાળામાં તેનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ માત્ર શિયાળામાં જ નહીં પરંતુ બાકી ઋતુમાં પણ મોટી સંખ્યામાં લોકો તલને અલગ-અલગ ડિશમાં જરૂર ઉપયોગ કરે છે. કોઇ તેને શેકીને ખાય છે, કોઇ બ્રેડ, બન અથવા કેક ઉપર સ્પ્રિન્કલ કરીને તો કોઇ તલના તેલ તરીકે ઉપયોગ કરે છે.
આયુર્વેદમાં તલને ઔષધી માનવામાં આવે છે
આયુર્વેદમાં પણ ઔષધિ સ્વરૂપે તલને ઘણુ ફાયદાકારક માનવામાં આવે છે. તલને લઇને અત્યાર સુધી ઘણા અભ્યાસ કરવામાં આવ્યા છે જેમાં વાત સામે આવી છે કે જો સવારે ઉઠીને ખાલી પેટ તલનું સેવન કરવામાં આવે તો આ સ્વાસ્થ્ય માટે કેટલીય રીતે ફાયદાકારક સાબિત થઇ શકે છે. ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર તલ હેલ્થની સાથે સ્કિન અને વાળ માટે પણ લાભદાયક માનવામાં આવે છે.
તલ ખાવાના ફાયદા
1. કબજિયાત માટે :- કાળા તલમાં ફાઇબર અને અનસેચ્યુરેટેડ ફેટી એસિડનું પ્રમાણ ઘણું વધારે હોય છે જેના કારણે કબજિયાતની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે. તલમાંથી મળી આવતું તેલ આંતરડાને Lubricate કરવામાં મદદ કરે છે.
2. દાંતો માટે :- તલમાં પ્રાકૃતિક સ્વરૂપે જે તેલ મળી આવે છે તે દાંતમાં રહેલા પ્લાકને દૂર કરે છે. દાંતનો સડો અને પેઢાની બીમારીઓથી પણ બચાવે છે. એવામાં જો સવારે ખાલી પેટ શેકેલા તલને ચાવવામાં આવે તો તેનાથી દાંત અને પેઢા મજબૂત બને છે અને મોંઢાની દૂર્ગંધની સમસ્યા પણ દૂર થાય છે.
3. હાડકાં માટે :- તલ હાડકાંને પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેનું કારણ એ છે કે તલમાં ડાયેટ્રી પ્રોટીન અને એમિનો એસિડ મળી આવે છે જે હાડકાંના વિકાસને પ્રોત્સાહન આપે છે અને હાડકાંને નબળાં થવાથી બચાવે છે જેનાથી આર્થરાઇટિસ જેવી બીમારીઓથી બચાવી શકે છે.
4. લોહી બનાવવા માટે :- તલ ખાવાથી આપણા શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધે છે. જો કોઇ વ્યક્તિને એનીમિયાની બીમારી હોય તો તેને પણ તલ ખાવું જોઇએ કારણ કે તલમાં આયર્ન પણ હોય છે જે લોહીની ઉણપની સમસ્યાને દૂર કરે છે.
5. સ્કિન અને વાળ માટે :- એન્ટી ઑક્સિડેન્ટ્સથી ભરપૂર તલ ચહેરા પર જોવા મળતી ઉંમરની નિશાનીને ઓછી કરે છે અને તલનં તેલ સ્કિનને સૉફ્ટ બનાવે છે. આ ઉપરાંત ઓમેગા ફેટી એસિડથી ભરપૂર તલ વાળને મૂડમાંથી મજબૂત બનાવીને વાળનો ગ્રોથ પણ વધારે છે.