રસોઈમાં વપરાતું તમાલપત્ર સ્કિન માટે પણ છે ફાયદાકારક, જાણો તેનો ઉપયોગ
તમાલપત્ર સ્કિનમાં થતી સમસ્યા જેવી કે બળતરાને શાંત કરવા મદદ મળે છે
વિટામીન સી, એન્ટીઓક્સીડેન્ટ, ઝિંક અને બાયોફ્લેવોનોઈડ જેવા તત્વો ભરપૂર માત્રામાં રહેલા છે
સામાન્ય રીતે રસોઈમાં વપરાતી મોટાભાગની વસ્તુઓ બીજી અન્ય જગ્યાએ પણ ઉપયોગમાં આવતી હોય છે. રસોઈમાં સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવતા તમાલપત્રમાં કેટલાય પોષકતત્વો રહેલા છે. જે આપણી ચામડી માટે પણ ફાયદાકારક છે. આજે તેના વિવિધ ઉપયોગો વિશે વાત કરીએ.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ફાયદાકારક
તમાલપત્ર આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે. તેમાં વિટામીન સી, એન્ટીઓક્સીડેન્ટ, ઝિંક અને બાયોફ્લેવોનોઈડ જેવા તત્વો ભરપૂર માત્રામાં રહેલા છે. વિટામિન સી શરીરમાં એન્ટિબોડીઝ બનાવે છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરુપ થાય છે.
ખીલ માટે ઉપયોગી
તમાલપત્રમાં એન્ટિબોડીઝ ગુણો હોવાના કારણે તે ખીલમાં રાહત અપાવે છે. તેમજ તે સોજો ઓછો કરે છે અને સ્કિન પર વધતાં બેક્ટેરિયાને રોકવામાં મદદરુપ થાય છે.
સ્કિનને ડિટોક્સ કરવામાં મદદ મળે છે
તમાલપત્રમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ રહેલા છે, જે ટોક્સિક અને ઈમ્પ્યોરિટીજને દુર કરી સ્કિનને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. જેના કારણે ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે
બળતરામાં રાહત મળશે
તમાલપત્ર સ્કિનમાં થતી સમસ્યા જેવી કે બળતરાને શાંત કરવા મદદ મળે છે, આ સાથે સ્કિનમાં લાલાશ આવવી, સોજા આવવો વગેરેમાં મદદરુપ સાબિત થાય છે.
તમાલપત્રનું માસ્ક
તમાલપત્રનો પાવડર કરીને પાણી અથવા દહીંમાં ભેળવીને પેસ્ટ બનાવી લો. પછી તેને ચહેરા પર લગાવી રાખો. તે પછી 15 થી 20 મિનિટ પછી પાણીથી ધોઈ નાખો. આનાથી સ્કિનમાં ચમક આવશે. આ ઉપરાંત, થોડા તમાલપત્રને પાણીમાં ઉકાળીને ઠંડા થવા દો. હવે આ પાણીને મેડિકલ રુનો ઉપયોગ કરીને ચહેરા પર ટોનર તરીકે ઉપયોગ કરી શકાય છે.
તમાલપત્રનું તેલ
તેના માટે તમાલપત્રને નારિયેળ તેલ અથવા ઓલિવ ઓઈલમાં મિશ્ર કરી શકાય છે. પછી તેને સ્કિન પર લગાવો. તેનાથી સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવામાં મદદ મળશે.