વિશ્વાસ ન આવે તેવી ઘટના : ગર્ભવતીના પેટમાં બાળક, બાળકના પેટમાં પણ બાળક, આ કેસ જોઈને ડૉક્ટરો ચોંક્યા
Fetus in Fetu Case in MP : મધ્યપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં, એક મહિલાના પેટમાં ઉછરી રહેલા બાળકના પેટમાં પણ એક બાળક ઉછરી રહ્યું હતું. અલ્ટ્રાસાઉન્ડ કરાવવા પર ડૉક્ટરોએ તેની જાણ થઈ હતી. હવે મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. આ સ્થિતિને મેડિકલ ભાષામાં ફીટ્સ ઈન ફીટૂ કહેવામાં આવે છે. ડૉક્ટરોના અનુસાર, લાખો મહિલાઓમાં કોઈ એક સાથે આવું બને છે. જન્મ બાદથી નવજાત જિલ્લા હોસ્પિટલના એસએનસીયૂ વોર્ડમાં દાખલ છે, તેને બચાવવા માટે ડૉક્ટર સર્જી કરવાને લઈને વિચાર વિમર્શ કરી રહ્યા છે.
તપાસમાં સામે આવ્યું કે મહિલાના ગર્ભમાં પણ એક બેબી
મીડિયા રિપોર્ટ્સના અનુસાર, આ રેયર કેસ સાગર જિલ્લાની એક ગર્ભવતી મહિલામાં સામે આવ્યો છે. બુંદેલખંડ મેડિકલ કોલેજ રેડિયોલોજી વિભાગના અધ્યક્ષ અને પ્રાધ્યાપક ડૉ. પીપી સિંહે જણાવ્યું કે, કેસલીની રહેવાસી એક ગર્ભવતી મહિલા 9માં મહિનામાં તેમના ખાનગી ક્લિનિક પર તપાસ કરાવવા માટે આવી હતી. તપાસમાં મહિલાના ગર્ભમાં ઉછરી રહેલા નવજાતમાં પણ એક બાળક હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ તેને મેડિકલ કોલેજ બોલાવવામાં આવી, જ્યાં તપાસ દરમિયાન મહિલાના ગર્ભમાં પણ એક બેબી/ટેરિટોમાની હાજરી નજરે પડી. ત્યારબાદ મહિલાને મેડિકલ કોલેજમાં ડિલિવરી કરાવવાની સલાહ આપવામાં આવી, પરંતુ તેઓ અહીં આશા કાર્યકર્તા સાથે આવી હતી. તેવામાં તે મહિલાને પરત કેસલી સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ જવાઈ, જ્યાં નોર્મલ ડિલિવરી થઈ છે.
'બાળકના પેટમાં નજરે પડી ગાંઠ'
ડૉક્ટર પીપી સિંહે કહ્યું કે, અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં મહિલાના પેટમાં ઉછરી રહેલા બાળકના પેટમાં એક ગાંઢ નજરે પડી રહી હતી. અમે ડૉપલર કરીને જોયું તો લોહી આવવા લાગ્યું. તેવામાં ફીટ્સ ઇન ફીટૂની સંભાવના વ્યક્ત કરાઈ, જેમાં બાળકના પેટમાં બાળક ઉછરી રહ્યું હતું.
'જીવનમાં આવો કેસ નથી જોયો'
મીડિયા રિપોર્ટ્સના અનુસાર, ડૉક્ટર પીપી સિંહે કહ્યું કે, મેડિકલ ઈતિહાસમાં આ પ્રકારનો કેસ ઘણો દુર્લભ હોય છે. પાંચ લાખ મહિલામાંથી કોઈ એક કેસ આવો આવે છે. અત્યાર સુધી દુનિયામાં આ પ્રકારના 200 કેસ જ સામે આવ્યા છે, જે લિટરેચરમાં ઓનલાઇન નોંધાયેલ છે. મેં ખુદ પોતાના જીવનમાં આવો પહેલો કેસ જોયો છે.
'બાળક હોવાની સંભાવના વધુ'
ડૉક્ટર પીપી સિંહે જણાવ્યું કે, ગર્ભવતી મહિલાને નોર્મલ ડિલિવરી દ્વારા બાળકીનો જન્મ થયો છે. નવજાત બાળકીનો સીટી સ્કેન કરાયો છે. જેમાં તેના પેટમાં બાળક હોવાની સંભાવના વધુ નજરે પડી રહી છે. ટેરિટોમાની સંભાવના ઓછી છે.