Get The App

ડેન્ગ્યુ સિવાય આ બીમારીમાં પણ પ્લેટલેટ્સ ઘટી જાય તો મોતનું રહે છે જોખમ, જાણો લક્ષણો

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
Immune Thrombocytopenic


Image: Freepik

Platelet Count: ડેન્ગ્યુના કેટલાક દર્દીઓની પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જાય છે, જે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. પ્લેટલેટ્સ કાઉન્ટ 50,000 કરતાં ઓછું હોવું જીવલેણ સાબિત થઇ શકે છે. તેથી જ આહાર અને યોગ્ય સારવારની સલાહ આપવામાં આવે છે.

ડેન્ગ્યુ સિવાય એક બીજો રોગ છે જેમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જાય છે. આ રોગનું નામ ઇમ્યુન થ્રોમ્બોસાયટોપેનિયા (Immune Thrombocytopenic) છે. 

Immune Thrombocytopenicના  કારણો

આ રોગનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આ રોગ લોહીમાં થાય છે. કેટલાક નિષ્ણાતો માને છે કે આ રોગ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં થોડી ગરબડને કારણે થાય છે. આમાં, શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતે પ્લેટલેટ્સને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે અને તેને ઘટાડે છે.

Immune Thrombocytopenic

Immune Thrombocytopenic ની ઓળખ કેમની થાય છે?

આ રોગ CBC અને PS ટેસ્ટ દ્વારા આ બીમારીની ઓળખ થઇ શકે છે.  કેટલાક કિસ્સાઓમાં, ડેન્ગ્યુમાંથી સાજા થયા પછી, દર્દી આ રોગની ચપેટમાં આવી જાય છે. 

જો કોઈ વ્યક્તિને ડેન્ગ્યુ ન હોય. આમ છતાં જો શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા 1 લાખથી નીચે આવી ગઈ હોય અથવા સતત ઘટી રહી હોય તો સાવધાન રહેવું જોઈએ.

આ રોગ સામાન્ય નથી, પરંતુ જો તેના લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવવો જોઈએ. ડોકટરો દવાઓની મદદથી તેના લક્ષણોને નિયંત્રિત કરે છે.

Immune Thrombocytopenic

ઇમ્યૂન થ્રોમ્બોસાયટોપેનિયાના લક્ષણો

1. ડેન્ગ્યુ વિના પ્લેટલેટ્સ સંખ્યા ઘટવી

2. ત્વચા પર નાના ફોલ્લીઓનું નિર્માણ

3. પેઢા, મોં અને નાકમાંથી રક્તસ્ત્રાવ

4. શરીર પર મોટા કદની ઇજાઓના નિશાન દેખાવા

5. ઘૂંટણની અથવા કોણી પર ઇજાના નિશાન

6. સતત થાક લાગવો

7. પીરિયડ્સ દરમિયાન વધુ પડતું રક્તસ્ત્રાવ

સારવાર

આ બીમારી ઇમ્યૂન સિસ્ટમમાં ગડબડના કારણે થાય છે, તેથી તેને રોકવા માટે કોઈ ચોક્કસ ઉપાય નથી, પરંતુ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરીને આ બીમારીથી બચી શકાય છે. શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા વધારવા માટે, દવાઓ લો અને ડૉક્ટર પાસે યોગ્ય સારવાર કરાવી જરુરી છે. જેનાથી આપણે આ રોગને સરળતાથી નિયંત્રિત કરવામાં મદદ મળે છે.



Google NewsGoogle News