દવાઓનું કોમ્બો પેક છે આ પહાડી ફળ, અનેક બિમારી દૂર કરી દે છે, PM મોદી પણ વખાણ કરી ચૂક્યા છે
ઔષધીય ગુણોથી ભરપૂર હિમાલયન અંજીર બારેમાસ થનારુ ફળ
બેડુ ઉત્તરાખંડના હિમાલયના વિસ્તારમાં ખૂબ ઊંચાઈએ જોવા મળે છે
Image Envato |
ઉત્તરાખંડમાં આજે પણ એવા ફળ - છોડ જોવા મળે છે, જેના ફળ જીવલેણ બીમારીઓેને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે, બેડુ ફળ તેમાનું એક માનવામાં આવે છે. જેને હિમાલયન અંજીર પણ કહેવામાં આવે છે. હિમાલયન અંજીર બારેમાસ થનારુ ફળ છે. ઔષધીય ગુણોથી ભરપૂર બેડુ ઉત્તરાખંડના હિમાલયના હિમાલયી વિસ્તારમાં વધુ માત્રામાં જોવા મળે છે. આ ફળ ખાવામાં જેટલું ટેસ્ટી છે તેના કરતાં વધારે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' દરમિયાન બેડુ ફળના વખાણ કર્યા હતા. હિમાલયન અંજીર વિશે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આ ફળમાં મિનરલ્સ અને વિટામિનના સારા સ્ત્રોત છે. એટલે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થઈ શકે છે.
આ પોષક તત્વોનો ખજાનો છે બેડુ
પહાડી અંજીર એટલે કે બેડુમાં મિનરલ્સ, વિટામિન એ, બી1 અને સી, આહાર ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, એમીનો એસિડની સાથે સાથે ફેનોલિક પદાર્થોનો સારો સ્ત્રોત છે. આ તેના સ્વાદ, રંગ અને સુંગધના કારણે સ્થાનીય લોકોમાં તે પસંદગીનું ફળ ગણાય છે. આ ફળની ઉપયોગીતા વિશે ઉત્તરાખંડના લોકગીતમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે
લવલી પ્રોફેશનલ યુનિવર્સીટી પંજાબ (LPU) દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ બેડુ પાચન સંબંધિત રોગોમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં કબજિયાત, IBS,ઉબકા, ફૂડ પોઇઝનિંગ, ગેસ, પેટનું ફૂલવું, GERD,ઝાડા, ચામડીના રોગો, ઘાના ચેપ અને જઠરાંત્રિય વિકૃતિઓ સામે કારગત માનવામાં આવે છે. આ ઉપરાંત બેડુમાં ડાયેટરી ફાઈબરનો એક સારો સ્ત્રોત રહેલો છે. એટલે કે બેડુનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
હૃદય માટે ફાયદાકારક
રિસર્ચ મુજબ પહાડી અંજીરનું સેવન હૃદય માટે પણ લાભદાયક છે. તે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન (HDL-C) વધારવા માટેનું કામ કરે છે. અંજીરના આ ગુણો ચરબીના કોષોથી પેદા થતાં જોખમમાં ઘટાડો કરી શકે છે.
કેન્સરને દુર કરવાના ગુણોથી ભરપૂર
દુનિયાભરમાં કેન્સર એક જીવલેણ બીમારી સાબિત થઈ છે. તેના ઈલાજ માટે લોકો શું નથી કરતાં, અનેક પ્રકારે દવા કરવા છતા કેન્સર સામે કોઈ જીતી શક્યું નથી. આમ તો કેન્સરથી બચવા માટેનો દાવો કરતી કેટલીક દવાઓ બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ બેડુનું સેવન કરવાથી કેન્સરના જોખમને ઓછુ કરવામાં વધુ ફાયદાકારક માનવામાં આવે છે. હકીકતમાં પહાડી અંજીરમાં તમામ એન્ટી કેન્સર ગુણો જોવા મળે છે, જે પેટ માટે અને બ્રેસ્ટ કેન્સરના જોખમને ઓછુ કરવાની ક્ષમતા ધરાવે છે.