AIIMS એ કેન્સરના દર્દીઓ માટે AI આધારિત ફોન એપ લોન્ચ કરી, જાણો લોકોને કેવી રીતે કરશે મદદ ?
દિલ્હી AIIMS એ કેન્સરના દર્દીઓ માટે એઆઈ આધારિત ફોન એપ લોન્ચ કરી છે
જેથી વધુ કેન્સરના દર્દીઓને મદદ મળી શકશે
AIIMS launches AI for cancer patients: કેન્સરના દર્દીઓને ધ્યાનમાં રાખીને, દિલ્હી AIIMS એ એક સ્માર્ટ ફોન એપ્લિકેશન - UPPCHAR લોન્ચ કરી છે. આ એઆઈ આધારિત હેલ્થ કેર એપ છે. આ ખાસ એપ 'ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ' (AIIMS) દ્વારા બનાવવામાં આવી છે. તેના દ્વારા કેન્સરના દર્દીના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવામાં આવશે. ICMR સાથે મળીને AIIMS દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં આ બાબત દર્શાવવામાં આવી છે. હવે એઆઈનો ઉપયોગ કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે.
એઆઈ અનુસાર ડેટા રાખવામાં આવશે
એઆઈ ડોક્ટરો માટે વરદાન સાબિત થયું છે. જાણીએ કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સારવારમાં કેવી રીતે મદદ કરી શકે છે? કઈ કેન્સર થેરાપી સારવાર માટે શ્રેષ્ઠ છે. આ એઆઈ કેન્સરની સારવારમાં ડોકટરોની જગ્યા લેશે નહીં, પરંતુ તેમને કેન્સરના દર્દીઓની સારવારમાં મદદ કરશે. થોલોજી, રેડિયોલોજી અને ક્લિનિકલ વિગતો જેવા ઘણા આરોગ્ય રેકોર્ડ એઆઈ રાખે છે. ત્યારબાદ દર્દીના જીનોમિક્સ સિસ્ટમ પર અપલોડ કરવામાં આવે છે. આવા દર્દીઓનો ડેટા રાખવામાં આવે છે. કેન્સરનો ઇતિહાસ જોવાની સાથે તે સારવારના પરિણામો પણ દર્શાવે છે. એઆઈ પાસે જેટલો વધુ ડેટા હશે, તેટલા સારા પરિણામો આપશે.
એઆઈ દ્વારા કરવામાં આવે છે કેન્સરની સારવાર
કેન્સરની સારવાર એઆઈ દ્વારા કરવામાં આવે છે. એઆઈ દ્વારા તમે કેન્સરના પ્રથમ તબક્કાને શોધી શકો છો. ભારતમાં દર વર્ષે 8 લાખ લોકો કેન્સરને કારણે મૃત્યુ પામે છે. કેન્સરને કારણે થતા મૃત્યુ પાછળનું સૌથી મોટું કારણ એ છે કે કેન્સરની જાણ મોડેથી થાય છે. કેન્સરની વિલંબિત તપાસના 80 ટકા કેસોમાં માત્ર 20 ટકા લોકોના જીવન બચી જાય છે.