mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો

બ્રિટનમાં 1,97,000 લોકો પર કરવામાં આવ્યો હતો અભ્યાસ

જંક ફૂડ ખાવાથી 34 પ્રકારના વિભિન્ન કેન્સર થવાની શક્યતા

Updated: Feb 2nd, 2023

34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો 1 - image
add caption



અમદાવાદ, 2 ફેબ્રુઆરી 2023, ગુરુવાર  

ઘરનું ખાવાનું છોડી જો તમે બહારનું મસાલેદાર ખાવાના શોખીન છો તો ચેતી જજો. બહારનું ખાવાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે બહારના પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી  મોતનું જોખમ પણ વધે છે.

બ્રિટનમાં 1,97,000 લોકો પર કરાયેલ રીસર્ચ  પ્રમાણે જે લોકો પીઝા, બર્ગર, કોલ્ડડ્રીંક્સ અને પેકેટ ફૂડ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે એવા લોકોમાં કેન્સર થવાની શક્યતા વધારે હોય છે. શોધકર્તાઓના જણાવ્યા મુજબ, આ અભ્યાસમાં એવા લોકો સામેલ હતા જેમના ફેમિલીમાં પહેલ અકોઈને કેન્સરની બીમારી લાગુ ન પડી હોય.  આ રિસર્ચમાં મહિલાઓમાં ઓવેરિયન કેન્સરનુ પ્રમાણ  વધારે જોવા મળ્યું હતું.

34 પ્રકારના કેન્સરનું કારણ બને છે આ વસ્તુઓ:
એક રીપોર્ટ મુજબ, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અથવા જંક ફૂડ ખાવાથી એક નહિ પણ 34 પ્રકારના વિભિન્ન કેન્સર થવાની શક્યતા રહે  છે. શોધકર્તાઓ પ્રમાણે જંક ફૂડ ખાવાથી કોઈપણ પ્રકારના કેન્સરના જોખમમાં 2% અને ઓવેરિયન કેન્સર થવાની શક્યતામાં 19%   સુધી વધારો થઈ શકે છે. આ વસ્તુઓ ખાવાથી મૃત્યુમાં પણ 6%નો વધારો થઈ શકે છે જયારે ઓવેરિયન કેન્સરથી મૃત્યુમાં 30% વધારો થઈ શકે છે.

કઈ-કઈ વસ્તુઓથી વધે છે કેન્સરનું જોખમ:
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ ફાસ્ટ ફૂડ જેમ કે ફ્રેંચ ફ્રાઈસ, સોડા, કુકીઝ, કેક, કેંડી, ડોનટ્સ, આઈસક્રીમ, સોસ, હોટ ડોગ, સોસેજ, પેક સૂપ, ફ્રોઝન પીઝા, રેડી ટુ ઈટ મીલ અને ઓયલી ફૂડ સામેલ છે. આ પ્રોસેસ્ડ ફૂડને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે તેમાં કેમિકલ મિક્સ કરવામાં આવે છે. આ કેમિકલ્સના કારણે કેન્સર થવાનું  જોખમ વધી જાય છે.

માત્ર કેન્સર નહિ બીજી બીમારીઓનું પણ છે કારણ:
અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું રોજ સેવન કરવાથી શરીરમાં માત્ર કેન્સર જ નહિ પણ બીજી કેટલીક બીમારીઓનું જોખમ પણ વધે છે. જંક ફૂડથી વજનમાં વધારો, હાર્ટ એટેક, સ્ટ્રોક, ટાઈપ 2 ડાયાબીટીસ અને મોતનું જોખમ પણ વધે છે.

Gujarat