મગજની કોશિકાઓ મરવાથી થતો રોગ, વિશ્વમાં ૫.૫ કરોડ લોકો ડિમેંશિયાથી પીડાય છે

આગામી ૨૫ વર્ષમાં ડિમેશિંયાના દર્દી વધીને ૧૪ કરોડ જેટલા થશે

ડિમેંશિયામાં મગજના ન્યૂરોન્સ એમિલોયડ પ્રોટીનના કારણે સુજી જાય છે.

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
મગજની કોશિકાઓ મરવાથી થતો રોગ, વિશ્વમાં ૫.૫ કરોડ લોકો ડિમેંશિયાથી પીડાય છે 1 - image


ન્યૂયોર્ક,૨૮ સપ્ટેમ્બર,૨૦૨૩,ગુરુવાર 

શારીરિક રોગો પર જેટલું ધ્યાન જાય છે તેટલું માનસિક રોગો પર જતું નથી. ડિમેંશિયા એક એવી માનસિક બીમારી છે જે ભરડો લઇ રહી છે. દુનિયામાં ૫.૫ કરોડથી વધુ લોકો ડિમેંશિયાથી પીડાય છે. આ રોગમાં મગજની કોશિકાઓ મરતી જાય છે. દિમાંગની કોશિકાઓ એક વાર નાશ પાંમે પછી ફરી નિર્માણ થતી નથી.

 રિસર્ચરોનું માનવું છે કે ડિમેંશિયાથી પીડાતા બે તૃતિયાશ લોકો વિકાસશીલ દેશોમાં રહે છે. એવું માનવામાં આવે છે આવનારા ૨૫ વર્ષમાં ડિમેંશિયાના દર્દીની સંખ્યા વધીને ૧૪ કરોડ આસપાસ થશે. ચીન, ભારત, અમેરિકાએ ને ઉપ સહારા આફ્રિકામાં આ માનસિક વ્યાધિ ધરાવતા લોકોની સંખ્યા વધારે છે. ડેમેંશિયા પર દાયકાઓથી સંશોધન ચાલે છે પરંતુ ખાસ સફળતા મળી નથી. જો કે હવે એક નવી આશા જાગી હોવાનું જાણવા મળે છે. 

મગજની કોશિકાઓ મરવાથી થતો રોગ, વિશ્વમાં ૫.૫ કરોડ લોકો ડિમેંશિયાથી પીડાય છે 2 - image

એકિટવ એજન્ટ લેકાનેમાબની શોધ પછી સંશોધકો ખૂબજ ઉત્સાહમાં જોવા મળે છે. આનાથી ડિમેંશિયાને અટકાવી શકાતો નથી પરંતુ શરુઆતથી તેની અસર ચોકકસ ધીમી કરી શકાય છે. ડિમેંશિયાની દવા વિકસિત કરવા માટે દિમાંગમાં થતા ફેરફારને સમજવા જરુરી છે.

સૌથી મોટો સવાલ એ છે કે દિમાંગની કોશિકાઓનો કેમ નાશ થાય છે ? સંશોધકો એટલું તો જાણે જ છે કે એમિલોયડ અને ટાઉ પ્રોટીન દિમાંગમાં વિકસિત થાય છે પરંતુ તેઓ એ જાણતા નથી કે બંને કોશિકાઓના નાશ માટે કેવી અસર ઉભી કરે છે. સાયન્સ જર્નલમાં પ્રકાશિત માહિતી મુજબ સંશોધકોનું માનવું છે કે અસામાન્ય પ્રોટીનો એમિલોયડ અને ટાઉ વચ્ચે એક સીધો સંબંધ જોડાયેલો છે જેમાં નેક્રોપ્ટોસિસ કે કોશિકાનું મુત્યુ કહેવામાં આવે છે. કોશિકાનું મુત્યુ સામાન્ય રીતે સંક્રમણ કે પ્રતિ રક્ષાના જવાબમાં થાય છે.

મગજની કોશિકાઓ મરવાથી થતો રોગ, વિશ્વમાં ૫.૫ કરોડ લોકો ડિમેંશિયાથી પીડાય છે 3 - image

શરીરને આવાંછિત કોશિકાઓથી મુકિત અપાવે છે. આનાથી જ છેવટે શરીરમાં ફરીથી જે સ્વસ્થ કોશિકાઓ હોય છે તેનો વિકાસ થાય છે. જયારે પોષકતત્વોની આપૂર્તિ અટકી જાય છે ત્યારે કોશિકાઓ ફૂલવા લાગે છે અને પ્લાઝમાનું પડ નાશ પાંમે છે આ સાથે જ કોશિકાઓ ફૂલાઇને મરવા લાગે છે. સંશોધકો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે ડિમેંશિયામાં મગજના ન્યૂરોન્સ એમિલોયડ પ્રોટીનના કારણે સુજી જાય છે. કોશિકાઓના આંતરિક રસાયણોના ગુણ બદલાઇ જાય છે. એમિલોયડ કથિત રીતે જ પ્લેક સાથે એક સમૂહ બનાવી લે છે. ફાઇબર જેવા ટાઉ પ્રોટીનના સ્તરને ટાઉ ટેંગલ કહેવામાં આવે છે.



Google NewsGoogle News