Get The App

દારૂથી વધુ ભયંકર છે 9 વસ્તુઓ, લિવર ખરાબ થવામાં નથી લાગતો સમય, અત્યારથી જ ચેતી જાઓ

Updated: Jan 16th, 2024


Google NewsGoogle News
દારૂથી વધુ ભયંકર છે 9 વસ્તુઓ, લિવર ખરાબ થવામાં નથી લાગતો સમય, અત્યારથી જ ચેતી જાઓ 1 - image


Image:FreePik 

નવી મુંબઇ,તા. 16 જાન્યુઆરી 2024, મંગળવાર 

બદલાતા સમયમાં આપણી જીવનશૈલીમાં પણ બદલાવ આવીત રીતે તમારા શરીરને ડિટોક્સ કરવાનું કામ અને તમારા પાચનતંત્રને સરળ રાખવાનું કામ લિવરનું છે. લિવર વિના સ્વસ્થ શરીરની કલ્પના કરી શકાતી નથી. લિવરનું વજન લગભગ 3 પાઉન્ડ છે. તે ઘણા રાસાયણિક સ્તરોને નિયંત્રિત કરે છે અને પિત્ત નામના ઉત્પાદનને ઉત્સર્જન કરે છે. તે નકામા ઉત્પાદનોને બહાર કાઢવામાં મદદ કરે છે.

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે આલ્કોહોલ તમારા સ્વાસ્થ્ય અને લીવર માટે ખૂબ જ હાનિકારક છે. પરંતુ તેના કરતાં પણ અન્ય એવા પણ ખોરાક છે જે લિવર માટે આલ્કોહોલ કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઇ શકે છે. 

સેચુરેટેડ ફૈટ 

સેચુરેટેડ ફૈટ ટ્રાન્સ ચરબીની સાથે બિનઆરોગ્યપ્રદ ચરબીમાંથી એક છે. માખણ, પામ અને નાળિયેર તેલ, ચીઝ અને લાલ માંસ જેવા ખોરાકમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધુ હોય છે.

પ્રોસેસ્ડ ખોરાક

ડેલી મીટ, બેકન અને હોટ ડોગ્સ જેને ઉપરથી નમકીન બનાવીને તેમાં રાસાયણિક તત્વો મિલાવીને સાચવી રાખવામાં આવે છે. 

ફુડ્સ કેમિકલ 

ઘણા ખાધ પદાર્થોને તાજા રાખવા માટે અથવા તેનો રંગ, સ્વાદ અથવા ટેક્સચર વધારવા માટે તેમાં રસાયણ એડ કરવામાં આવે છે. 

મીઠું અને ઉચ્ચ સોડિયમ ખોરાક

બ્રેડ, પિઝા, સેન્ડવીચ, બ્યુરીટો, ટાકોઝ વગેરે જેવી વસ્તુઓ વાસ્તવમાં ગમે તેટલી સ્વાદિષ્ટ હોય, પરંતુ તે સ્વાસ્થ્ય માટે એટલી જ ખતરનાક હોય છે. જેનાથી લિવર પર ગંભીર અસરો થાય છે.

પ્રોસેસ્ડ કાર્બોહાઇડ્રેટ્સ

સફેદ લોટ, સફેદ બ્રેડ, સફેદ ભાત, પેસ્ટ્રી, સોડા,સેન્કેસ, પાસ્તા, મીઠાઈઓ, નાસ્તામાં અનાજ અને ઉમેરવામાં આવેલી ખાંડવાળી વસ્તુઓનું સેવન કરવાથી લિવર પર ગંભીર અસર થાય છે. આ સિવાય સોફ્ટ ડ્રિંક્સ અને ફ્રુક્ટોઝથી ભરપૂર વસ્તુઓ લીવર માટે જોખમી છે.


Google NewsGoogle News