Get The App

ભારતમાં 59 ટકા લોકોને 6 કલાક પણ સરખી ઊંઘ નથી આવતી, કારણ ચોંકાવનારા: સર્વે

Updated: Mar 15th, 2025


Google News
Google News
ભારતમાં 59 ટકા લોકોને 6 કલાક પણ સરખી ઊંઘ નથી આવતી, કારણ ચોંકાવનારા: સર્વે 1 - image


Image: Freepik

World Sleep Day 2025: શું તમે પૂરતી ઊંઘ લઈ શકો છો? આ સવાલના જવાબમાં મોટાભાગના લોકો કહેશે ના. મોટાભાગના લોકોનું કહેવું હોય છે કે પૂરતી ઊંઘ ક્યાં? ખૂબ મુશ્કેલથી તો ઊંઘ આવે છે અને પછી થોડા જ સમયમાં તૂટી પણ જાય છે. પછી સવારથી સાંજ સુધી કામ, ખાવાનું અને પછી રાત્રે બેડ પર ગયા બાદ કાલના કામની ચિંતા. પૂરતી ઊંઘ ન લેવી હેલ્થની દૃષ્ટિએ ખૂબ મોટી ચિંતા છે પરંતુ મોટાભાગના ભારતીયોની ઊંઘ ઊડી ગઈ છે. પરિણામે બ્લડ પ્રેશર, હાયપરટેન્શન, અનિદ્રા જેવી ઘણી બીમારીઓ ઝડપથી વધી રહી છે.

લોકલ સર્કલ્સ સર્વેએ જણાવી ઊંઘની કહાની

દર વર્ષે 21 માર્ચ(જ્યારે દિવસ અને રાત સમાન હોય છે)થી પહેલાના શુક્રવારે વર્લ્ડ સ્લીપ ડે મનાવવામાં આવે છે. 14 માર્ચે હોળીના દિવસે આ વખતે વર્લ્ડ સ્લીપ ડે મનાવાયો. વર્લ્ડ સ્લીપ ડે પહેલા લોકલ સર્કલ્સે એક સર્વે દ્વારા ભારતીયની ઊંઘની કહાની જણાવી. સર્વેમાં જણાવાયું છે કે 59 ટકા ભારતીય 6 કલાકથી ઓછી સતત ઊંઘ મેળવી રહ્યા છે. તેમાંથી 38 ટકા લોકો વીકેન્ડે પણ ઊંઘ પૂરી કરી શકતા નથી.

348 જિલ્લાના 43 હજારને પૂછાયા સવાલ 

લોકલ સર્કલ્સના આ સર્વેમાં 43,000 લોકોથી જાણકારી લેવામાં આવી. આ તમામ 43 હજાર લોકો ભારતના 348 અલગ-અલગ જિલ્લાના રહેવાસી છે. જેમાં 61 ટકા પુરુષ અને 39 ટકા મહિલાઓ છે. આ લોકોને પૂછવામાં આવ્યું કે ગયા એક વર્ષમાં તમે લોકોએ રાત્રે કેટલા કલાકની સતત ઊંઘ લીધી છે.

15689 લોકોએ આપ્યા જવાબ

15689 લોકોએ આ સવાલનો જવાબ આપ્યો. 39 ટકા લોકોએ 6-8 કલાકની ઊંઘ લેવાની વાત કહી. 39 ટકા લોકોએ 4-6 કલાકની ઊંઘની વાત કહી. 20 ટકા લોકોએ લગભગ 4 કલાકની ઊંઘની વાત કહી. બે ટકા લોકોએ 8-10 કલાકની ઊંઘ લેવાની વાત કહી. કુલ મળીને 59 ટકા લોકો એવા મળ્યા જેમણે એ પણ કહ્યું કે 6 કલાકની અવિરત ઊંઘ લઈ રહ્યા નથી.

ઊંઘ તૂટવાના મોટા કારણો

સર્વેમાં જાણવા મળ્યું કે ઊંઘમાં વારંવાર ખલેલ પડવાની પાછળ સૌથી મોટું કારણ અડધી રાત્રે બાથરુમ ટ્રિપ્સ છે. 72 ટકા લોકોએ જણાવ્યું કે તેમની ઊંઘમાં અવરોધનું મુખ્ય કારણ વોશરુમ જવાનું છે. આ સિવાયના જો કારણોની વાત કરીએ તો અનિયમિત દિનચર્યા, ઘોંઘાટ, મચ્છરોની તકલીફ અને પાર્ટનર કે બાળકોના કારણે ઊંઘનું તૂટવું મુખ્ય કારણ છે. 

આ પણ વાંચો: સ્ટીરોઈડ આઈ ડ્રોપ્સના લાંબા સમય સુધી ઉપયોગથી ઝામર થવાનું જોખમ, 10 લાખ લોકોએ દૃષ્ટિ ગુમાવી

અપૂરતી ઊંઘથી અનેક બીમારીને જન્મ 

એક્સપર્ટ અનુસાર ઊંઘની ઉણપ ઘણી બીમારીઓને જન્મ આપે છે. તેનાથી માત્ર થાક અને ડાર્ક સર્કલ્સ જ થતાં નથી પરંતુ તેની ગંભીર લાંબાગાળાની અસર પણ થઈ શકે છે. ઊંઘ નિષ્ણાંતોનું કહેવું છે કે લાંબા સમય સુધી ઊંઘની ઉણપથી હાર્ટની બીમારી, મેદસ્વીપણું અને ટાઇપ-2 ડાયાબિટીસ જેવી મેટાબોલિક બીમારીઓનું જોખમ વધી શકે છે.

કામ પર પણ પડી રહી છે અસર

નિષ્ણાતોનું કહેવું છે કે ઊંઘની ઉણપના કારણે કર્મચારીઓની કાર્ય ક્ષમતા પણ પ્રભાવિત થઈ રહી છે. રિસર્ચથી જાણ થાય છે કે ઊંઘની ઉણપવાળા કર્મચારી ભૂલ કરવાની વધુ શક્યતા રાખે છે, તેની એકાગ્રતા ઘટી જાય છે અને તેની સમસ્યા ઉકેલવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે.

ઊંઘની દવા લાંબા ગાળે જોખમી

ઊંઘ ન આવવાની સમસ્યાથી ઉકેલ મેળવવા માટે લોકો ઊંઘની દવાઓનો આશરો લે છે. આવી દવાઓ એક સરળ સમાધાન હોઈ શકે છે પરંતુ ડૉક્ટર તેને લાંબાગાળાના ગંભીર જોખમોનો હવાલો આપતાં યોગ્ય કાઉન્સેલિંગ લીધા વિના દવાઓના ઉપયોગને લઈને સાવધાની રાખવાનું કહે છે.

શ્રેષ્ઠ ઊંઘ માટે નિષ્ણાતોની સલાહ

શ્રેષ્ઠ ઊંઘ માટે આ સૂચનો પર અમલ કરી શકો છો

કેફીનનું ઓછું સેવન કરો.

સૂવાનો નિશ્ચિત સમય નક્કી કરો અને તેનું પાલન કરો.

સૂતાં પહેલા મોબાઇલ, લેપટોપ અને ટીવી જેવી સ્ક્રીનનો ઉપયોગ ન કરો.

આરામદાયક ગાદલામાં રૂપિયા ખર્ચ કરો, આ રૂપિયા તમારી ઊંઘમાં રોકાણની જેમ હશે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ નાના-નાના ફેરફારોને અપનાવીને લોકો પોતાની ઊંઘની ક્વોલિટી સુધારી શકે છે અને તેનાથી તેમની તબિયત અને ઉત્પાદકતા સારી થઈ શકે છે.



Tags :
IndiaSleepIndiansSurvey

Google News
Google News