ઉનાળામાં પાચન સારું રાખવા માટે 5 શ્રેષ્ઠ શાકભાજી, એસિડિટીથી પણ મળશે છૂટકારો
Useful vegetables for summer: ભારતમાં હજુ પણ દરેક ઋતુઓ અનુભવ કરી શકાય છે, પરંતુ ભવિષ્યમાં જોવા મળશે કેમ તે પણ એક સવાલ છે, પરંતુ ઉનાળાની ઋતુમાં ઘણા લોકોને વિવિધ સમસ્યાઓ નડતી હોય છે તેમા કેટલાક લોકોને પાચન સંબંધીત સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. રજાઓ દરમિયાન બહારનું ખાવાનું, ડિહાઇડ્રેશન અને અનિયમિત દિનચર્યા પાચન ક્રિયાને બગાડી શકે છે. આવી સ્થિતિમાં તમારા આહારમાં કેટલીક ખાસ શાકભાજીનો સમાવેશ કરવાથી તમે તમારી પાચનક્રિયાને બરોબર કરી શકો છો. અને ઉનાળાનો ભરપૂર આનંદ માણી શકો છો. આજે તમને ઉનાળામાં ખાઈ શકાય તેવી 5 શાકભાજી વિશે વાત કરવી છે જે તમને ફાયદાકારક રહેશે.
દૂધી
દૂધી એક એવી શાકભાજી છે, જે સ્વાદિષ્ટ તો છે પણ તેની સાથે તે પાચન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પાણી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જે પાચનક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે. દૂધીનો શુપ અથવા શાક બનાવીને તેનું સેવન કરી શકો છો.
કારેલા
કારેલાનો સ્વાદ ભલે કડવો હોય, પરંતુ તેના ફાયદા અનેક છે. કારેલા પાચન એંજાઈમને ઉત્તેજિત કરે છે, જેના કારણે ખોરાક સરળતાથી પાચન થઈ શકે છે. કારેલાનો જ્યુસ કે તેનું શાક બનાવીને સેવન કરી શકાય છે. જો કે, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ કારેલાનું સેવન ટાળવું જોઈએ.
પાલક
પાલકમાં આયર્ન અને ફોલિક એસિડ ભરપુર માત્રામાં રહેલો છે. આ સિવાય તેમાં ફાઈબર પણ સારી માત્રામાં મળી રહે છે. આ પાચનક્રિયાને સ્વસ્થ રાખવાની સાથે- સાથે તે પેટને પણ સાફ કરવામાં ખૂબ મદદ કરે છે. પાલકની દાળ, સૂપ કે સલાડમાં સામેલ કરી શકો છો.
કાકડી
કાકડીમાં પાણી અને મિનરલ્સ ભરપૂર માત્રામાં રહેલા હોય છે, જે ગરમીના દિવસોમાં શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આ સાથે તેમાં રહેલા ફાઈબર પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. કાકડીને સલાડ તરીકે અથવા તો શાક બનાવીને પણ ખાઈ શકો છો.
ટમેટાં
ટામેટાંનો ઉપયોગ લગભગ દરેક શાક બનાવવા માટે કરવામાં આવતો હોય છે. ટામેટાંમાં રહેલા ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ પાચનતંત્રને મજબૂત બનાવે છે. આ સિવાય તે પેટના અલ્સરને રોકવામાં પણ મદદ કરે છે.