Get The App

ઉનાળામાં ઠંડુ પાણી પીતા હોય તો ચેતી જજોઃ શરીરને થાય છે આ 5 નુકસાન

Updated: Apr 5th, 2023


Google News
Google News
ઉનાળામાં ઠંડુ પાણી પીતા હોય તો ચેતી જજોઃ શરીરને થાય છે આ 5 નુકસાન 1 - image


અમદાવાદ, તા. 05 એપ્રિલ 2023, બુધવાર

ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં પાણી પીવું અને સારી રીતે હાઈડ્રેટેડ રહેવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે. આ ઋતુમાં લોકો ઠંડુ પાણી વધારે પીવે છે. ઘણા લોકો એકદમ ચિલ્ડો વોટરના શોખીન હોય છે. શું તમે પણ તડકામાંથી આવ્યા પછી ફ્રીજમાંથી પાણી કાઢીને પીવા લાગો છો. જો તમે આ કરો છો તો જાગૃત રહો. ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્યને લગતા નુકસાન પણ થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે ઠંડુ પાણી શરીરમાં અસંતુલન પેદા કરી શકે છે અને પાચન પ્રક્રિયાને ધીમી કરી શકે છે. તો ચાલો આજે અમે તમને ઠંડા પાણીથી થતા નુકસાન વિશે જણાવીશું.

કબજિયાતની સમસ્યાઃ- જો કોઈ વ્યક્તિ સતત ઠંડુ પાણી પીવે છે તો તેને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. જ્યારે તમે ઠંડુ પાણી પીઓ છો ત્યારે ખોરાક શરીરમાંથી પસાર થતી વખતે સખત થઈ જાય છે. આંતરડા પણ સંકુચિત થાય છે જે કબજિયાતના મુખ્ય કારણોમાંનું એક છે.

પાચન સંબંધી સમસ્યાઓઃ- વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પાચનતંત્ર પર અસર પડે છે. જેના કારણે ખોરાક પચવામાં સમસ્યા થઈ શકે છે. ઠંડુ પાણી પીવાથી કબજિયાત, પેટમાં દુખાવો, ઉબકા, પેટ ફૂલવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

માથાનો દુખાવોઃ- સતત વધુ પડતું ઠંડુ પાણી પીવાથી બ્રેન ફ્રીઝની સમસ્યા થઈ શકે છે. તે કરોડરજ્જુની ઘણી સંવેદનશીલ નસોને ઠંડી કરે છે અને તરત જ તે તમારા મગજમાં સંદેશા મોકલે છે. તેનાથી માથાનો દુખાવો થાય છે. સાથે જ જેમને સાઈનસની સમસ્યા હોય તેમની મુશ્કેલી પણ વધી શકે છે.

હાર્ટ રેટ ઓછા થાય છેઃ- વધારે પડતું ઠંડુ પાણી પીવાથી હૃદયના ધબકારા ઘટી શકે છે. તે ચેતાને ઉત્તેજિત કરે છે જે શરીરના અનૈચ્છિક કાર્યોને નિયંત્રિત કરે છે, જેને વેગસ નર્વ કહેવામાં આવે છે. તે નર્વ સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે. કારણ કે વેગસ નર્વ પાણીના નીચા તાપમાનથી સીધી પ્રભાવિત થાય છે, જેનાથી હૃદયના ધબકારા ધીમા પડી જાય છે. તે હૃદય માટે સારું નથી કારણ કે તેનાથી હૃદય સંબંધિત ઘણી અન્ય સમસ્યાઓ થઈ શકે છે. 

વજન વધવાનું જોખમઃ- જ્યારે કોઈ વ્યક્તિ વધુ પડતું ઠંડુ પાણી પીવે છે ત્યારે તેના શરીરમાં રહેલી ચરબી બર્ન થવામાં મુશ્કેલી આવે છે. ઠંડુ પાણી શરીરની ચરબીને સખત બનાવે છે જેના કારણે ચરબી બર્ન કરવામાં સમસ્યા થાય છે. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પણ વજન વધવાની સમસ્યા પણ થઈ શકે છે.

Tags :
SummerCold-WaterSide-EffectsHealth

Google News
Google News