40ની ઉંમર પહેલા કરાવી લો આ જરુર હેલ્થ ચેકઅપ, ડોક્ટરે આપી સલાહ

આજની દોડધામ ભરી લાઈફમાં સૌથી અગત્યનું આપણું આરોગ્ય છે

40 ની ઉંમરના દરેક માણસોએ કેટલાર ટેસ્ટ કરાવવા જોઈએ

Updated: Oct 11th, 2023


Google NewsGoogle News
40ની ઉંમર પહેલા કરાવી લો આ જરુર હેલ્થ ચેકઅપ, ડોક્ટરે આપી સલાહ 1 - image
Image Envato 

તા. 11 ઓક્ટોબર 2023, બુધવાર 

Health checkup: આજની દોડધામ ભરી લાઈફમાં સૌથી અગત્યનું આપણું આરોગ્ય (Health) છે. લોકો તેમનું સ્વાસ્થ્ય સારુ રાખવા માટે દરેક પદ્ધતિઓ અપનાવતા હોય છે જે અમે નથી કહી રહ્યા એક્સપર્ટ કહી રહ્યા છે. આજના સમયમાં કેટલીક સામાન્ય બીમારીઓના કારણે તબીયત બગડી જાય છે. એટલે કેટલાક કિસ્સામાં બીમારીઓ વિશે તપાસવા માટે કેટલાક ટેસ્ટ કરાવવા જરુરી છે. નેશનલ હેલ્થ સર્વિસ યુકેની ડિઝિટલ મેડિકલ એક્સપર્ટના કહેવા પ્રમાણે બીમારીઓને જોખમ વધે તે પહેલા યોગ્ય તપાસ કરાવવી જોઈએ જેના કારણે બીમારીની ગંભીરતા વિશે ખ્યાલ આવી શકે. 

એક્સપર્ટના કહેવા પ્રમાણે 40 ની ઉંમરના દરેક માણસોએ કેટલાક ટેસ્ટ કરાવવા જોઈએ,જેના કારણે મોટી બીમારીથી બચી શકાય. આવો જાણીએ કે 40 ની ઉંમરે ક્યા ક્યા ટેસ્ટ કરાવવા જોઈએ. 

આ ટેસ્ટ કરાવવા જરુરી છે

1. કેંસર

2. આયરન બ્લડ ટેસ્ટ

3. કોલેસ્ટ્રોલ

4. ન્યુટ્રિશન બ્લડ ટેસ્ટ

5. બ્લડ પ્રેશર

ડોક્ટરના કહેવા પ્રમાણે, ચામડીનું કેંસર હવે સામાન્ય થઈ ગયુ છે. તેના કેસોની સંખ્યા સતત વધી રહી છે. તમારે સ્કિનની એ જગ્યાઓ વિશે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ચામડીનો રંગ બદલાયો છે કે કેમ..અથવા તો મસલ્સમાં કોઈ ફેરફાર થયો છે. 

યુવાનોને આયરન બ્લડ ટેસ્ટ કરવવાની સલાહ આપવામાં આવે છે

નિષ્ણાતોના કહેવું છે કે, યુવાનોને આયરન બ્લડ ટેસ્ટ કરવવાની સલાહ આપવામાં આવે છે. જેમાં આયરનની ઉણપના કારણે એનીમિયાનો ખ્યાલ આવે છે. એનીમિયાથી થાક, શ્વાસ લેવામાં તકલીફ પડવી અને ચામડી પીળી પડી જાય છે. ડોક્ટરે કહ્યું કે, કેટલાક લાઈફસ્ટાઈલ ફેક્ટર્સમાં હાઈ કોલેસ્ટ્રોનનો ખતરો વધી જાય છે. જેમ કે, વધારે પ્રમાણમાં ફેટ વાળુ ભોજન લેવું, તેમજ સ્મોકિંગ કરવું. વધારે પ્રમાણમાં શરાબ પીવો. આ દરેક આદતો છોડી દેવી જોઈએ. 

વધુમાં ડોક્ટરનું કહેવું છે કે, બ્લડ પ્રેશર આમ તો કોમન સમસ્યા છે, પરંતુ કેટલીકવાર તે મોતનું કારણ પણ બની શકે છે. એટલે 40 ની ઉંમરે ખાસ આ દરેક ટેસ્ટ કરાવવા જોઈએ.   

40ની ઉંમર પહેલા કરાવી લો આ જરુર હેલ્થ ચેકઅપ, ડોક્ટરે આપી સલાહ 2 - image


Google NewsGoogle News