શરીર માટે 'અમૃત' સમાન છે આ અનોખી શાકભાજી, બજારમાં જોવા મળે છે માત્ર આ 4 મહિના
કોઠીંબામાં પોષક તત્વોનો ભંડાર રહેલો છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારો માનવામાં આવે છે
કોઠીંબાના શાકનું સેવન કરવાથી ઈમ્યુન સિસ્ટમને બુસ્ટ કરવામાં મદદ કરે છે.
Image Envato |
તા. 7 ઓગસ્ટ 2023, સોમવાર
દેશમા અલગ- અલગ ભાગોમાં કેટલીયે પ્રકારની શાકભાજી ઉગાડવામાં આવે છે. આ સાથે દરેક શાકભાજીમાં અલગ અલગ પ્રકારના પોશક તત્વો રહેલા હોય છે. જે શરીરને ખૂબ જ જરૂરી હોય છે. આજે તમને એક અનોખી શાકભાજી વિશે વાત કરીએ છીએ કે જે સ્વાસ્થ્ય માટે વરદાન સ્વરુપ છે. આ શાકભાજી વધારે પ્રમાણમાં રાજસ્થાનમાં ઉગાડવામાં આવે છે. તો કેટલીક અન્ય જગ્યા પર પણ જોવા મળે છે. આ ગુણકારી શાકભાજીને ગુજરાતીમાં કોઠીંબા કહેવામાં આવે છે તો હિન્દીમાં કચરી કહેવામાં આવે છે. તો અંગ્રેજીમાં તેને માઉસ મેલન (Mouse Melon) કહેવામાં આવે છે.
કોઠીંબામાં પાવરફુલ એન્ટીઓક્સીડેંટ્સ રહેલા છે
એક જાણકારી પ્રમાણે આ શાકભાજીમાં પાવરફુલ એન્ટીઓક્સીડેંટ્સનો ભંડાર રહેલો છે. અન્ય શાકભાજી કરતાં કોઠીંબામાં પ્રોટીનનો સોર્સ સારા પ્રમાણમાં રહેલો હોય છે. કોઠીંબામાં કેટલાય પ્રકારના ઔષધીય ગુણ રહેલા હોય છે. જે ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલ દર્દમાં રાહત આપવામાં મદદરુપ થાય છે. કોઠીંબામાં પાવરફુલ એન્ટીઓક્સીડેંટ્સ રહેલા છે. જે સ્વાસ્થ્ય માટે ચમત્કાર સાબિત થાય છે.
કોઠીંબામાં કેટલાક વિશિષ્ટ પ્રકારના પૌષ્ટીક તત્વો રહેલા છે. કોઠીંબાને શાક કરીને ખાવામાં આવે છે, આ ઉપરાંત તેને સુકવીને પણ ખાઈ શકાય છે તો કેટલાક લોકો તેનો પાવડર બનાવીને પણ ખાતા હોય છે. રાજસ્થાનમાં કોઠીંબાનો પાવડર બનાવી ખાવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
કોઠીંબાનું શાક ખાવાથી થતા ફાયદાઓ
- આ શાકભાજીમાં પાવરફુલ એન્ટીઓક્સીડેંટ્સનો ભંડાર રહેલો છે
- કોઠીંબાના શાકનું સેવન કરવાથી ઈમ્યુન સિસ્ટમને બુસ્ટ કરવામાં મદદ કરે છે.
- તેનાથી બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે.
- અન્ય શાકભાજી કરતાં કોઠીંબામાં પ્રોટીનનો સોર્સ સારા પ્રમાણમાં રહેલો હોય છે.
- કોઠીંબાની શાકભાજી ગેસ્ટ્રોઈંટેસ્ટાઈનલનાં દર્દમાં રાહત આપવામાં મદદરુપ થાય છે.
- તેના સેવનથી પેટ માટે લાભકારી રહે છે.
- ડાયટમાં કોઠીંબાને સામેલ કરવાથી ભૂખ ન લાગવાની સમસ્યા દુર થઈ જાય છે. તેના સેવન કરવાથી ભૂખ વધે છે અને સ્વાસ્થ્ય સારુ રહે છે.
- ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ લાભકારી હોય છે.
- બ્લડ સુગર કંન્ટ્રોલ કરવામાં સરળતા રહે છે.