પેટમાં ગેસના કારણે માથાનો દુખાવો રહે છે, તો આ 3 ટીપ્સ અજમાવો, મળશે તરત આરામ
લીંબુનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનું ગણવામાં આવે છે.
શરીરમાં ખોરાક યોગ્ય રીતે પચતો નથી, જેના કારણે ગેસ બને છે
Image Envato |
તા. 22 ઓક્ટોબર 2023, રવિવાર
Gastric headache: ગેસની સમસ્યા સામાન્ય રીતે દરેક લોકોને સતાવતી હોય છે, પરંતુ કેટલીક વાર આ સમસ્યા એટલી હદે વધી જતી હોય છે કે, વ્યક્તિને માથાના દુખાવાના કારણે બીજી કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવતો હોય છે. આ દુખાવાના સાથે વ્યક્તિને ઉબકા આવવા, છાતીમાં દુખાવો થવો જેવી કેટલીક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. આવો જાણીએ કે તેના માટે ઘરગથ્થુ શું શું ઉપાય કરી શકાય છે.
ગેસની સમસ્યા ક્યા ક્યા કારણોથી થાય છે
ગેસના કારણે માથાના દુખાવા સાથે સાથે અન્ય કેટલાક કારણો હોઈ શકે છે જેમ કે એસિડિટીનું કારણ, જઠરાગ્નીની સમસ્યા વગેરેના કારણે હોઈ શકે છે. ગેસને કારણે મોટાભાગના માથાનો દુખાવો થતો હોય છે, કારણ કે આંતરડા સાથે મગજની ઘણી નસો જોડાયેલી હોય છે, જે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ કોઈ પણ પ્રોબલેમ થાય એટલે તે માથાનો દુખાવો શરુ થઈ જાય છે. તેની પાછળ સૌથી મોટું કારણ એ છે કે શરીરમાં ખોરાક પૂરતા પ્રમાણમાં પચતો નથી. જેના કારણે ગેસ બને છે અને માથાનો દુખાવો શરુ થઈ જાય છે.
આ રહ્યા તેના માટે ઘરેલુ ઉપાય
લીંબુ પાણી પીવાનું રાખો
લીંબુનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનું ગણવામાં આવે છે. આ એન્ટીઈન્ફ્લામેટ્રી, એન્ટી ઓક્સીડેન્ટ જેવા કેટલાક પોષક તત્વોથી ભરપુર હોય છે. તમે દરરોજ નવશેકા પાણી સાથે લીંબુનો રસ પી શકો છો, આ ઉપરાંત રોજ ખાવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. દરરોજ તેનું સેવન કરવાથી માથાનો દુખાવોની સમસ્યા ધીમે ધીમે દૂર થાય છે.
માથા પર કોલ્ડ પેક લગાવવો
જો પેટમાં ગેસના કારણે સતત માથાનો દુખાવો રહેતો હોય તો તમારા માથા પર એક ઠંડો પેક લગાવો. તેના માટે એક ટુવાલ લો અને તેને સારી રીતે લપેટી લો, ત્યાર બાદ 3-4 મિનિટ માટે માથા પર હળવા હાથે સેક કરો. આમ કરવાથી માથાનો દુખાવો ઓછો થઈ જશે અને લોહીનો ફ્લો બરોબર થઈ જશે.
વરિયાળીનું પાણીનું સેવન કરો
વરિયાળીના પાણીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ખૂબ સારું છે, ગેસના કારણે થતા માથાના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે વરિયાળીના પાણીનો ઉપયોગ કરી શકો છો. દરરોજ તેનું સેવન કરવાથી માથાના દુખાવામાં રાહત થશે અને તમારો મૂડ પણ સારો થાય છે.