વડોદરા શિક્ષણ સમિતિની શાળાઓનું ઝોન કક્ષાનું ગણિત, વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
વડોદરા શિક્ષણ સમિતિની શાળાઓનું ઝોન કક્ષાનું ગણિત, વિજ્ઞાન પ્રદર્શન યોજાયું 1 - image


- બુધવારે દ્વિતીય દિવસનું પ્રદર્શન યોજાશે

- પ્રથમ દિવસે 40 થી વધારે કૃતિઓ પ્રદર્શિત કરાઈ

વડોદરા, તા. 10 ઓક્ટોબર 2023, મંગળવાર

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત  સમા સ્થિત પ્રમુખસ્વામી મહારાજ પ્રાથમિક શાળા ખાતે ઝોન કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન આજે યોજાયું હતું. હવે આવતીકાલે બાકીની અડધી શાળાઓનું માંજલપુર કુબેરેશ્વર શાળા ખાતે દ્વિતીય દિવસનું પ્રદર્શન યોજાશે. શિક્ષણ સમિતિમાં ત્રણ ઝોન છે. ત્રણ ઝોનના પ્રદર્શનને બે દિવસમાં વહેંચી દેવાયું છે. ઝોન કક્ષાના ગણિત ,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમા સમગ્ર શિક્ષા વડોદરા કોર્પોરેશનના અર્બન રિસોર્સ સેન્ટર વિભાગ - 1 ના તાબાના 6 સી.આર.સી તથા અર્બન રિસોર્ટ સેન્ટર વિભાગ - 2 ના તાબા ના ૩ સી.આર.સી ની ક્લસ્ટર કક્ષાની વિજેતા શાળાઓએ ભાગ લીધો હતો. 

વડોદરા શિક્ષણ સમિતિની શાળાઓનું ઝોન કક્ષાનું ગણિત, વિજ્ઞાન પ્રદર્શન યોજાયું 2 - image

આ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં કુલ 40 થી વધારે કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં 32 થી વધુ કૃતિઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ દ્વારા તથા 8 જેટલી કૃતિઓ ખાનગી શાળાઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી. પ્રદર્શનમાં સ્માર્ટ હાઉસ, સેટેલાઈટ કોમ્યુનિકેશન, મીલેટસ, નેચર ઇઝ ફ્યુચર ,સ્માર્ટ માઈક્રોસ્કોપ, સંકલિત ખેતી, બાયોમાસ એનર્જી ,ચંદ્રયાન મિશન -એક, પઝલસોલવીંગ, એકસીડન્ટ એલર્ટ ,લઘુતમ સામાન્ય અવયવ અને ગુરુતમ સાધારણ અવયવ વગેરે જેવી કૃતિઓ ખેતી ,સ્વાસ્થ્ય, પર્યાવરણ માટે જીવનશૈલી ,સંદેશા વ્યવહાર અને ગણતરીત્માક વિચારો એમ પાંચ વિભાગમાં રજૂ કરવામાં આવી છે. 

વડોદરા શિક્ષણ સમિતિની શાળાઓનું ઝોન કક્ષાનું ગણિત, વિજ્ઞાન પ્રદર્શન યોજાયું 3 - image

અગાઉ શાળાઓના ક્લસ્ટર વિજ્ઞાન પ્રદર્શનમાં વિજેતા કૃતિઓને આજના પ્રદર્શનમાં આમંત્રિત કરાઈ હતી. આ પ્રદર્શનમાં વિજેતા કૃતિઓનું ગણિત ,વિજ્ઞાન પ્રદર્શન શહેર જિલ્લાનું આગામી તારીખ 6, 7 અને 8 ના રોજ વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ કોયલી ખાતે યોજાશે.



Google NewsGoogle News