યુનિ.ના પરીક્ષા વિભાગમાં છબરડા અનેક પરીક્ષાર્થીની માર્કશીટમાં શૂન્યમાર્ક
રેઢિયાળ વહીવટને લીધે વિદ્યાર્થીઓની કફોડી સ્થિતિ
યજીસીની સંશોધન ગ્રાન્ટ બંધ થઈગઈ, નવી નિમણુંકો સ્થગિત સ્પોર્ટસ કોમ્પ્લેકસની જાળવણીનો અભાવ, ફારસરૃપ મોનીટરીંગ
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિ.નો વહીવટ દિન પ્રતિદિન કથળી રહ્યો હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે આજરોજ યુવા કોંગ્રેસ અગ્રણીએ કુલપતિને રજૂઆત કરી યુનિ.માં જુદા જુદા ૧૮ કામો પેન્ડીંગ છે. વિદ્યાર્થીઓનાં પ્રશ્ને કોઈ ચિંતા કરતુ નથી. આ સ્થિતિમાં ઓપરેશન ગંગાજળ શરૃ કરવાની હિમાયત કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિ.નાં શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો. નિદત બારોટ
દવારા ગઈકાલે કુલપતિને યુનિ.નાં પ્રશનો અંગે રજૂઆત કરી ઓપરેશન ગંગાજળની અનિવાર્યતા
દર્શાવવામાં આવી હતી. દરમિયાન આજે યુવા કોંગ્રેસ અગ્રણીએ કુલપતિને મળીને યુનિ.નાં પેન્ડીંગ
પ્રશ્નોનું પુનરાવર્તન કરી જણાવ્યું હતું કે,
યુનિ.માં પાંચ વર્ષથી વહીવટી કર્મચારીઓની ભરતીથઈ નથી. ૨. કોલેજોનાં જોડાણની પ્રક્રિયા
બબ્બે વર્ષ પાછળ ચાલે છે. ૩. યુજીસીની સંશોધન ગ્રાન્ટ મળતી બંધ થઈ ગઈ છે. ૪. બાયોમેટ્રીક
હાજરીનું મશીન હોવા છતાં કર્મચારીઓની હાજરીના મુદે લોલંલોલ ચાલે છે. ૫. યુનિ.માં પ્લેસમેન્ટ
સેલ, ઈન્ડસ્ટ્રીઅલ
ઈનોવેશન ઈન્ક્યુબેશન સેન્ટર જુદી જુદી ચેર સહિત કાર્યક્રમો માત્ર કાગળ ઉપર રહ્યા છે.
૬. સ્પોર્ટસ કોમ્પલેકસની જાળવણી થતી નથી. ૭. કરોડો રૃા.નાં આંધણ પછી એનઆઅરઆઈર હોસ્ટેલમાં
માત્ર ૪ વિદ્યાર્થી રહે છે. ૮. પરીક્ષા વિભાગમાં છબરડા થતા હોવાને લીધે અનેક વિદ્યાર્થીઓને
શૂન્ય માર્કસવાળી માર્કશીટ મળે છે. હોલટિકિટમાં સંખ્યાબંધ ભુલો અને પ્રશ્નો પત્રોમાં
છબરડા નિવારી શકાયા નથી. ૯. પરીક્ષામાં ઓનલાઈન કેમેરાથી મોનીટરીંગ ફારસરૃપ બની રહ્યું
છે.૧૦ જુદા જુદા કાર્યક્રમોમાં કૌભાંડ,
ગોટાળા અને ગેરરીતિની ફરિયાદો વ્યાપક ઉઠતીર હી છે. ત્યારે યુનિ.માં શુધ્ખીકરણ જરૃરી
છે.જે કામ માટે ઓપેરશન ગંગાજળ અનિવાર્ય બની રહ્યું હોવાનું જણાવાયું હતું.