Get The App

તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણની વધી શકે છે મુશ્કેલીઓ, લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા ભાજપની માંગ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
yusuf pathan possession of VMC Land


Yusuf Pathan Possession on VMC Land: વડોદરાના તાંદળજા વિસ્તારમાં રહેતા જાણીતા ક્રિકેટર અને તૃણમૂલ સાંસદ યુસુફ પઠાણ સામે કોર્પોરેશનની જમીન પર છેલ્લા કેટલાક સમયથી કબજો જમાવ્યો છે. તેમને વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ નોટિસ ફટકારીને જમીન ખાલી કરવા સૂચના આપી છે. ત્યારે હવે વોર્ડ નં.10ના ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવા માંગ કરી છે.

ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી

ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ મ્યુનિસિપલ કમિશનરને વિનંતી પત્ર પાઠવી રજૂઆત કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, 'વડોદરાના તાંદળજા વિસ્તારમાં પ્લોટ નં.90 જે કોર્પોરેશનની જમીન છે. જેના પર યુસુફ પઠાણે છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધુ સમયથી ગેરકાયદે કબજો જમાવ્યો છે. તેમણે કોર્પોરેશનની જમીન પચાવી પાડવાનું ગુનાહીત કૃત્ય કર્યું છે. તેમની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરાવવામાં આવે.' 

ભાજપના કોર્પોરેટર નીતિન દોંગાએ પત્રમાં લખ્યું છે કે, 'યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળની બહરામપુર બેઠકથી ચૂંટણી લડ્યા હતા. તેમણે સોગંદનામામાં પણ વડોદરાના ટી.પી. 22ના ફાઈનલ પ્લોટ નં. 90ને પોતાની રેસીડન્સીયલ મિલકતનો ભાગ દર્શાવી છે. તેના પરથી સાબિત થાય છે કે આ કોર્પોરેશનની જમીન તેમણે પચાવી પાડી છે. જેથી યુસુફ પઠાણ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.'


Google NewsGoogle News