વડોદરાના ફતેપુરામાં યુવક પર તલવારથી હુમલો થતાં નાસભાગ

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
વડોદરાના ફતેપુરામાં યુવક પર તલવારથી હુમલો થતાં નાસભાગ 1 - image

image : Freepik

Crime News Vadodara : વડોદરાના ફતેપુરા ચાર રસ્તા પાસે ધૂળધોયા વાડમાં રહેતો રિક્ષા ડ્રાઇવર શાહિદ ઉર્ફે મુસ્તકીમ સમસુદ્દીનભાઈ શેખે કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 9:00 વાગે હું તથા મારા મિત્રો બાદશાહ મલિક તથા સાહિલ મલિક ધૂળધોય વાડના નાકા પર ઉભા હતા. તે સમયે અજહર રફીકભાઈ શેખ તથા જૈન ઉર્ફે ભુરીયો રફીકભાઈ શેખ તથા વસીમ ઉર્ફે બબલુ આવ્યા હતા અને મને કહ્યું હતું કે કાલે અમારે અલ્તાફ સાથે ઝઘડો થયો હતો તેમાં તું કેમ વચ્ચે છોડાવવા પડ્યો હતો ? ત્યારબાદ તેઓ મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.

ત્યારબાદ ઉશ્કેરાયેલા અજહરે તલવાર વડે મારા પર હુમલો કરતાં મેં તલવાર પકડી લીધી હતી અને મને જમણા હાથની હથેળી ઉપર તથા કોણીના ભાગે ઈજા થઈ હતી. મેં બુમાબુમ કરતા નજીકમાં ઉભેલા મારા મિત્રો બાદશાહ તથા સહેલ તથા મહોલ્લા અને બીજા માણસો ભેગા થઈ જતા ત્રણેય આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા.


Google NewsGoogle News