Get The App

અરજી પાછી ખેંચી લેવા દબાણ કરતા યુવાને ડીડીટી ગટગટાવી

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
અરજી પાછી ખેંચી લેવા દબાણ કરતા યુવાને ડીડીટી ગટગટાવી 1 - image


- મહિલાએ યુવાનનાં વાળ પકડી રીક્ષાની બહાર ખેંચ્યો

- યુવાન રીક્ષા લઈને ભાડા કરવા જતાં હતાં ત્યારે માર મારી ધમકી આપી

ભાવનગર : બોટાદના પરા વિસ્તાર ગોવિંદજીની ચાલી ખાતે રહેતા યુવાને કરેલી અરજીની દાજ રાખી મહિલા સહિત ચારે છરી બતાવી લાફા ઝીંકી અરજી પાછી ખેંચી લેવા દબાણ કરતા યુવાને ઘરમાં પડેલ મકોડા મારવાનું ડીડીટી પી લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બોટાદના પરા વિસ્તાર ગોવિંદજી ની ચાલી ખાતે રહેતા કિશોરભાઈ શામજીભાઈ જાદવ ગઈ તા.૦૭ ડિસેમ્બર ૨૦૨૪ ના સાંજના સવા આઠેક વાગ્યાના અરસામાં ઘરેથી ઓટો રીક્ષા લઈને ભાડા કરવા માટે નિક્વ્યા હતા.અને  રીક્ષા લઈને આવડા ગેટ પાસે પહોંચતા નરસિંહ લાલજીભાઈ ડાભીએ હાથ ઊંચો કરી રીક્ષા ઊભી રખાવી હતી. અને જણાવેલ કે રીક્ષા ભાડે લઈને આવું છે જેથી કિશોરભાઈ હા પાડી હતી. અને નરસિંહ લાલજીભાઈ ડાભી મને ખોડીયાર મંદિર હરણકુઈ જવા માટે કહેતા કિશોરભાઈ રિક્ષામાં નરસિંહ ડાભીને બેસાડી ખોડીયાર મંદિર ગયા હતા. અને ખોડીયાર મંદિર પહોંચતા નરસિંહ ડાભીએ જણાવેલ કે તું કેમ અવાર નવાર મનીષાબેન તથા તેમના પતિ વિરુદ્ધ અરજીઓ કર્યા કરે છે. તેમ વાત કરતા એક ઇકો ગાડી સફેદ કલરની રીક્ષા પાસે આવી ઊભી રહી હતી. અને તેમાંથી મનીષાબેન ભુપતભાઈ યાદવ તથા ભુપત પરેશભાઈ યાદવ તથા આશિષ ભુપતભાઈ યાદવ ત્યાં આવી ગયા હતા અને નરસિંહ ડાભીએ આ ત્રણે જણાને  રીક્ષા પાસે બોલાવી કહેલ કે કિશોરભાઈ ભાઈ જાદવ પણ અહીં હાજર છે તમારે બંને જણા સમાધાન કરી નાખો તેમ જણાવતા કિશોરભાઈએ નરસિંહને કહેલ કે મારે કોઈ સમાધાન કરવું નથી તેમ જણાવતા નરસિંહ એકદમ ઉશ્કેરાય ગાળો આપી હતી. ગાળો બોલવાની ના પાડતા મનીષાબેન ઇક્કો ગાડી માંથી દાતરડું તથા ભુપત પરસોત્તમભાઈ યાદવ નેફા માંથી છરી કાઢેલ અને આશિષએ ઇક્કો ગાડી માંથી લાકડાનો ધોક્કો કાઢી હતી. અને ભુપતએ છરી બતાતી ગાલ પર એક લાફો ઝીંકી દીધો હતી. દીધેલ અને મનીષાબેને માથાના વાળ પકડી રીક્ષા માંથી બહાર મઢવા પ્રયત્ન કરતા જતા કિશોરભાઈએ દેકારો કરતા ત્યાંથી ઈસુલભાઈ રિક્ષા વાળા નીકળતા તેઓ  રીક્ષા જોઈ રીક્ષા બાજુ આવતા ચારેય ત્યાંથી જતા જતા ધમકી આપી હતી કે અમારા વિરુદ્ધ આપેલ ખોટી અરજી પાછી ખેંચી લેજે નહિતર તારા ટાંટિયા ભાંગી નાખીશું અને જીવતો રહેવા નહીં દઈએ તેમ ધમકી આપી ચારે ઈક્કો ગાડી લઈને નાસી છૂટયા હતા.અને કિશોરભાઈ ઘરે પરત આવી અને અરજી પરત લેવા માટે દબાણ કરતા હોય ઘરમાં પડેલ મકોડા મારવાની દવા ડીડીટી જાતેથી પી લીધું હતું.દરમિયનમાં પિતા શામજીભાઈ ગણેશભાઈ જાદવ રિક્ષામાં સુવાડી સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ સંદર્ભે કિશોરભાઈ એ એક મહિલા સહિત ચાર વિરૃધ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News