પૂર્વ પત્ની સાથે લગ્ન કરનાર યુવક પર ચપ્પુથી હુમલો

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
પૂર્વ પત્ની સાથે લગ્ન કરનાર યુવક પર ચપ્પુથી હુમલો 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 23 ઓક્ટોબર 2023, સોમવાર

પૂર્વ પત્ની સાથે લગ્ન કરનાર યુવક પર પૂર્વ પતિએ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

જાંબુવા બ્રિજ નજીક વ્રજધામ સોસાયટીમાં રહેતો તુષાર ગોવિંદભાઈ જગતાપ ડ્રાઇવિંગ કરે છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ચાર મહિના પહેલા મારા લગ્ન સુરેખાબેન પાટીલ સાથે થયા હતા મારી પત્નીના બીજા લગ્ન છે સુરેખા પટેલના પહેલા પતિ સંતોષ આત્મારામ પાટીલ જાંબુઆ બ્રિજ નજીક શ્રીજી ટેનામેન્ટમાં રહે છે ગઈકાલે બપોરે 05:00 વાગે હું તથા મારા પત્ની એકટીવા લઈને નીકળ્યા હતા તે સમયે બેસિલ સ્કૂલ પાસે સંતોષ પાટિલે બૂમ પાડી અમને બંનેને ઊભા રહેવા કહેતા હું ઉભો રહ્યો હતો અને એકટીવા પરથી ઉતરીને તેને મળવા ગયો હતો સંતોષએ અચાનક જ તેના પેન્ટમાંથી ચપ્પુ કાઢી મને ગળાના તથા દાઢીના ભાગે મારી દીધુ હતું. મેં છૂટવા માટે ઝપાઝપી કરતા હું નીચે પડી ગયો હતો. લોકોનું ટોળુ ભેગું થઈ જતા સંતોષ  ત્યાંથી ભાગી ગયો હતો.


Google NewsGoogle News