Get The App

છેડતીના મુદ્દે સમાધાનના નામે યુવકનું કારમાં અપહરણ, ખંડણી માંગતા પોલીસે ચારને પકડી લીધા

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
છેડતીના મુદ્દે સમાધાનના નામે યુવકનું કારમાં અપહરણ, ખંડણી માંગતા પોલીસે ચારને પકડી લીધા 1 - image


Vadodara : વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં એક મહિલાની છેડતીના મુદ્દે યુવકનું કારમાં અપહરણ કરી ખંડણી માંગનાર ચાર જણાને પોલીસે ઝડપી પાડ્યા છે. 

મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં અલકાપુરી ખાતે એક મકાનમાં ઘરકામ કરતાં નરેશ ઓત નામના યુવકે પોલીસને જણાવ્યું છે કે, અમદાવાદના ગૌતમભાઈ શર્માના કહેવાથી હું અલકાપુરીના એક મકાનમાં ઘરકામ કરતો હતો. આ દરમિયાન એક મહિલા સાથે પરિચય થયો હતો અને તા 9 મીએ રાતે આ મહિલા મારી સાથે સેક્સ ને લગતી વાતચીત કરતી હતી અને એ દરમિયાન મેં અડપલા કર્યા હતા. 

બીજા દિવસે હું અમદાવાદ ગયો હતો અને તે દરમિયાન મારા શેઠ ગૌતમ ભાઈનો મારા ઉપર ફોન આવ્યો હતો અને મહિનાની છેડતી કરી છે તે બાબતે વાતચીત કરી સમાધાન માટે સયાજીગંજ માં બોલાવ્યો હતો. જેથી હું અગાઉ જ્યાં નોકરી કરતો હતો ત્યાં કડક બજાર ખાતે દુકાને ગયો હતો. 

નરેશે કહ્યું છે કે, ગઈકાલે સાંજે 4:30 વાગે ગૌતમભાઈ તેમજ તેની સાથે અમદાવાદના અનિલ સોનાવત, શૈલેષ નાગદા તેમજ વડોદરા નો હાર્દિક રાઠોડ કડક બજારના નાકે કારમાં આવ્યા હતા અને મને જબરદસ્તી કારમાં લઈ ગયા હતા. મારી પાસે રૂ.50,000 ની માંગણી કરી હતી. ચારે જણાએ મને માર માર્યો હતો અને સમાધાન નહીં કરાવીએ તેમ કહી રૂપિયાની માંગણી કરતા મેં મારા જુના શેઠને ફોન કર્યો હતો. તેમણે ગૌતમભાઈ સાથે વાત કરી હતી અને એસટી ડેપોથી નવા યાર્ડ જતા ઘગરનાળા પાસે રૂપિયા નહિ બોલાવ્યો હતા. મારા શેઠે પોલીસને જાણ કરતા પોલીસ આવી ગઈ હતી અને ચારેય જણાને પકડી લઈ પોલીસ સ્ટેશનને લવાયા હતા.    


Google NewsGoogle News