મુંબઈના નાલાસોપારામાં સાત વર્ષની બાળા સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યમાં સુરતના યુવાનની ધરપકડ
બગાવત મારવાડી જુના કપડાના બદલામાં વાસણની ફેરી ચલાવે છે, મુંબઈ પણ જાય છે
ચોકલેટની લાલચ આપી બાળાને અગાસીમાં લઈ ગયો હતો
- બગાવત મારવાડી જુના કપડાના બદલામાં વાસણની ફેરી ચલાવે છે, મુંબઈ પણ જાય છે
- ચોકલેટની લાલચ આપી બાળાને અગાસીમાં લઈ ગયો હતો
સુરત, : મુંબઈના નાલાસોપારા ખાતે બે દિવસ અગાઉ એપાર્ટમેન્ટ નીચે રમતી બાળકીને ચોકલેટની લાલચ આપી અગાશીમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ફરાર સુરતના યુવાનને સુરત ક્રાઈમ બ્રાન્ચે ડીંડોલી વિસ્તારમાંથી ઝડપી પાડી મુંબઈ પોલીસને સોંપ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંબઈના નાલાસોપારા ખાતે ગત મંગળવારે બપોરે સાત વર્ષની બાળકી પોતાના એપાર્ટમેન્ટની નીચે રમતી હતી ત્યારે અજાણ્યો યુવાન તેને ચોકલેટની લાલચ આપી એપાર્ટમેન્ટની અગાશીમાં લઈ ગયો હતો.યુવાને બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા બાળકીએ બુમાબુમ કરી હતી.આથી યુવાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો.બનાવ અંગે બાળકીના પરિજને આચોળે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મીરા ભાઈંદર ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 2 વસઈએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા તે યુવાન જુના કપડાના બદલામાં વાસણની ફેરી ચલાવતો હોવાનું જાણવા મળ્યું હતું.
આથી પોલીસે તેવી ફેરી ચાલવનારાઓની પુછપરછ કરતા તે યુવાન સુરતથી અવારનવાર આવતો હોવાની હકીકત મળી હતી.તેના આધારે ક્રાઈમ બ્રાન્ચે સુરત ક્રાઈમ બ્રાન્ચને જાણ કરતા નાસતા ફરતા સ્ક્વોડના પીએસઆઈ અને ટીમે નવાગામ ડીંડોલી બ્રિજ નીચેથી બગાવત શંકર મારવાડી ( ઉ.વ.23, રહે.રૂમ નં.14, અશાઓકભાઈની રૂમમાં, કંજરવાડ, નવાગામ ડીંડોલી બ્રિજ નીચે, સુરત ) ને ઝડપી પાડી તેનો કબજો મીરા ભાઈંદર ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 2 વસઈને સોંપ્યો હતો.બગાવત દારૂ-જુગારની ટેવવાળો છે અને ચોરીના ગુનામાં પણ ઝડપાયો છે.