Get The App

વડોદરા નજીક ખાંધા ગામે તળાવમાં યુવક ડૂબતા ફાયર બ્રિગેડની મદદ લીધી

Updated: Jan 31st, 2025


Google News
Google News
વડોદરા નજીક ખાંધા ગામે તળાવમાં યુવક ડૂબતા ફાયર બ્રિગેડની મદદ લીધી 1 - image


Vadoadra Youth Drowning : વડોદરા નજીક કરજણ તાલુકામાં આજે સવારે એક યુવક તળાવમાં ડૂબી જતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે. 

બનાવની પ્રાથમિક માહિતી મુજબ ખાંધા ગામે તળાવમાં એક યુવક ડૂબી ગયો હોવાની જાણ થતા તલાટી સરપંચ સહિતના આગેવાનો દોડી આવ્યા હતા.

ઉપરોક્ત બનાવને નજરે જોનાર કોઈ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. યુવક કોણ છે તેની પણ હજી તંત્રને માહિતી મળી નથી. બનાવ અંગે વડોદરા ફાયર બ્રિગેડ તેમજ પોલીસને જાણ કરવામાં આવતા જીઆઇડીસી ફાયર બ્રિગેડ ની ટીમ મદદ માટે રવાના થઈ છે.

Tags :
VadodaraKhandha-VillageYouth-DrowningFire-Brigade

Google News
Google News