Get The App

હાથબ નજીક એસટી બસ અને બાઈક અથડાતા યુવાનનું મોત

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
હાથબ નજીક એસટી બસ અને બાઈક અથડાતા યુવાનનું મોત 1 - image


- મૃતકના ભાઈએ એસટી બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી 

- યુવાન પોતાનું બાઈક લઈને લાખણકાથી ભાવનગર તરફ આવી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : ઘોઘા તાલુકાના હાથબ ગામ પાસે એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકને ગંભીર ઇજા થતાં ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું મોત નીપજ્યું હતું 

પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના લાખણકા ગામના વતની અને હાલ ભાવનગરના તરસમિયા રોડ, ખારસી પાસે આવેલ આવાસ યોજનામાં રહેતા રાજેશભાઈ નારણભાઈ બારૈયા ( ઉ.વ. ૪૨ ) ગઈકાલે સાંજે તેમનું મોટરસાઇકલ નં. જીજે.૦૪ - એક્યુ. ૪૭૪૬ લઈને લાખણકાથી ભાવનગર તરફ આવી રહ્યા હતા ત્યારે હાથબ ગામ પાસે ભાવનગર તરફથી આવી રહેલી એસ.ટી. બસ નં. જી.જે. ૧૮ ઝેડ ૬૪૬૩ સાથે અકસ્માત થતા રાજેશભાઇને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ૧૦૮ એમબ્યુલન્સ મારફતે સારવાર માટે કોળીયાક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો..આ બનાવ અંગે મૃતકના ભાઈ નિતેશભાઇ નારણભાઈ બારૈયાએ એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News