Get The App

જૂનાગઢમાં 32 વર્ષીય યુવકનું મોત, પીએસઆઇની ભરતીની પરીક્ષા બાદ આવ્યો હાર્ટ એટેક

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
જૂનાગઢમાં 32 વર્ષીય યુવકનું મોત, પીએસઆઇની ભરતીની પરીક્ષા બાદ આવ્યો હાર્ટ એટેક 1 - image


Police Bharti Physical Test Exam : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા જાય છે. એમાં પણ ખાસ કરીને નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જતું જોવા મળી રહ્યું છે . બુધવારે સુરતના વાવમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન 5 કિલોમીટરની દોડ લગાવી રહેલા યુવકને હાર્ટ એટેકના લીધે મોત નિપજ્યું હતું. ત્યારે હવે જૂનાગઢથી પણ કરૂણ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પીએસઆઇની ભરતીની પરીક્ષા બાદ મિત્રને ઘરે પહોંચ્યો હતો, તે દરમિયાન હાર્ટ એટેક આવતાં તે મોતને ભેટ્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં મિત્રના ઘરે રહીને સ્પર્ધાત્મક તૈયારી કરી રહેલા મૌલિક કિશોરભાઇ બારૈયા (32 વ.ર્ષ.‌) નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. મૌલિક પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે જૂનાગઢ આવ્યો હતો. શારીરિક કસોટી બાદ તે પોતાના મિત્રના ઘરે હતો, જ્યાં તેને અચાનક હાર્ટ એટેક આવતાં ઢળી પડ્યો હતો અને મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 

સુરતમાં પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા વખતે દોડતાં દોડતાં  યુવકનું હાર્ટ એટેકથી મોત

બુધવારે સુરતના વાવ ખાતે એક કરુણ ઘટના બની હતી. પોલીસ સબ ઈન્સપેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી પરીક્ષા દરમિયાન દોડ લગાવી રહેલા એક ઉમેદવારનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. વાલીયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંજયકુમાર રસીકભાઈ ગામીત (ઉં.વ.36) PSIની ભરતી પરીક્ષામાં હાજર રહ્યા થયા હતા. બુધવારે સવારે 4:45 વાગે પ્રથમ બેચમાં 5 કિલોમીટર દોડ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન યુવક બેભાન થઇને ઢળી પડતાં ફરજ પરના ડોક્ટરે તેને પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ હાલત ગંભીર જણાતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં હાજર ડૉક્ટરોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો.  


Google NewsGoogle News