Get The App

જામજોધપુરમાં વાડીની કાંટાળી વાડમાં ફસાયેલા પતંગને કાઢવા જતા વીજ કરંટથી તરૂણનું મોત

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
જામજોધપુરમાં વાડીની કાંટાળી વાડમાં ફસાયેલા પતંગને કાઢવા જતા વીજ કરંટથી તરૂણનું મોત 1 - image


પતંગ - દોરીથી ભાણવડમાં વૃધ્ધનું, ધોરાજી તથા જામનગરમાં બે યુવાનોના ગળા કપાયા

પતંગ - દોરાથી જામનગરમાં ૧૪, મોરબીમાં ૪ જયારે અમરેલીમાં ૨ લોકો ઘાયલઃ રક્કા ગામે છત પરથી પટકાતા તરૂણને ઈજા

રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિ પર્વે પતંગ દોરાથી ઘાયલ થવાના, ધાબા પરથી પટકાવાના અનેક બનાવો બન્યા હતાં. દિવસભર ૧૦૮ની સાયરન ગુંજતી રહી હતી. જામજોધપુરમાં વાડીની કાંટાળી વાડમાં ફસાયેલા પતંગને કાઢવા જતા વીજ કરંટથી તરૂણનું મોત થયું હતું. જયારે પતંગ - દોરાથી જામનગરમાં ૧૪ લોકો, મોરબીમાં ૪ લોકો, અમરેલીમાં ૨ લોકો ઘાયલ થયા હતાં. રકક્કા ગામે છત પરથી પટકાતા તરૂણને ઈજા થઈ હતી. ભાણવડમાં વૃધ્ધનું જયારે ધોરાજી અને જામનગરમાં યુવાનનું ગળુ પતંગ દોરીથી કપાતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતાં.

જામજોધપુરમાં હીના મીલ પાસે પાટણ રોડ પર રહેતા રામાભાઇ કાનાભાઈ રબારી નો ૧૪ વર્ષનો પુત્ર વિજય કે ે મકરસંક્રાંતિના પર્વના દિવસે એક કપાયેલો પતંગ લેવા માટે દોડયો હતો, અને ચંદુભાઈ ઠાકરશીભાઈ બકોરી નામના ખેડૂતની વાડીના શેઢે કાંટાળી તાર માં પતંગ ફસાયો હોવાથી કાઢવા જતાં કાંટાળી તારમાં વિજ પ્રવાહ ચાલુ કરી દેવાયો હોવાથી તેનું બનાવના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જામજોધપુર પોલીસે ખેડુત ચંદુભાઈ બકોરી સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૧૦૫ મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પતંગના દોરા ના કારણે ૧૪ વ્યક્તિઓ ઘાયલ થઈ છે. ગ્રીન સીટી વિસ્તારમાં રહેતી એક ૨૨ વર્ષની યુવતી, ઉપરાંત બે બાળકો તથા ૧૧ પુરુષો સહિત કુલ ૧૪ વ્યક્તિઓ ઘાયલ થયા હતા, અને તમામને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. સાંઢીયા પુલ પરથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલક યુવાન મહિપતસિંહ જાડેજા કે તેના ગળામાં પતંગની દોરી ફસાઈ હતી. અને તેનું ગળું કપાયું હતું, અને પુલ ઉપરજઢળી પડયો હતો.  આ બનાવ અંગે ૧૦૮ની ટીમને જાણ કરાતાં ૧૦૮ ની ટુકડી તાબડતોબ સાંઢીયા પુલ પર દોડી આવી હતી, અને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર આપ્યા બાદ જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો. રક્કા ગામમાં એક કિશોર પોતાના મકાનની છત પર પતંગ ઉડાવતો હતો. જે દરમિયાન અકસ્માતે નીચે પટકાયો હતો. તેનેગળાના ભાગે તેમજ હાથ અને પીઠના ભાગે ઇજા થઈ હતી. 

મોરબીમાં ઉતરાયણ પર્વે ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ આખો દિવસ દોડતી રહી હતી. મોરબી જિલ્લામાં પતંગની દોરી ગળામાં આવવાથી ચાર નાગરિકોને ઈજા પહોંચી હતી. ૧૦૮ ટીમને એક જ દિવસમાં ૭૩ જેટલા કોલ્સ મળ્યા હતાં. જે સાાન્ય દિવસો કરતા વધુ હતાં. ૧૦૮ ટીમને ૬ કોલ પડી જવાના મળ્યા હતાં. મોરબીમાં ચાર વ્યક્તિ દોરીથી ઈજાગ્રસ્ત થઈ હતી. જો કે મૃત્યુના એકપણ બનાવ નોંધાયા નથી.

ભાણવડ પંથકમાં રહેતા ત્રિકમભાઈ દેવજીભાઈ કવા નામના એક વૃદ્ધ મકરસંક્રંતિના દિવસે મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતાં. ત્યારે એક પતંગની દોરી એકાએક તેમના ગળા સુધી પહોંચી હતી અને દોરી તેમના ગળા પર ફરી વળતા ગળુ કપાતા લોહી લુહાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એવા ત્રિકમભાઈને તાત્કાલિક ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

ધોરાજી જેતપુર તરફ ઉદય માંકડ નામનો યુવાન બાઈક ઉપર જતો હતો ત્યારે અચાનક પતંગનો દોર ગળાના ભાગે આવતા યુવક ગંભીર રીતે ઘવાયો હતો. તેને પહેલાં ધોરાજી સરકારી હોસ્પિટલે ત્યારબાદ યુવકની સ્થિતિ વધુ ગંભીર જણાવતા વધુ સારવાર અર્થે જુનાગઢ ખાતે ખસેડવામાં આવેલ હતો.

અમરેલી જિલ્લામાં ઉતરાયણના પર્વને લઈને ૫ જેટલા બનાવો સામે આવ્યા હતાં. તેમાં ૩ રોડ અકસ્માતોના બનાવો હતા. જયારે એક ઘટનામાં ધાબા પરથી પડવાનો સામે આવ્યો હતી. તેમજ એક બનાવ ગળુ કાપવાની ઘટના બની હતી.


Google NewsGoogle News