Get The App

પાલમાં પાર્ટી પ્લોટમાં લાઇટીંગના કામ વેળા કરંટ લાગતા યુવાનનું મોત

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
પાલમાં પાર્ટી પ્લોટમાં લાઇટીંગના કામ વેળા કરંટ લાગતા યુવાનનું મોત 1 - image


- દીક્ષાના કાર્યક્રમ માટે લાઇટ ડેકોરેશન થઇ રહ્યું હતું : ડુમસ રોડ પર બાંધકામ સાઇટ પર કરંટ લાગતા લબરમૂછીયાનું મોત

સુરત,:

સુરતમાં ઇલેક્ટ્રીક કંરટ લાગવાના બે બનાવમાં  પાલ આર.ટી.ઓ રોડ પર બુધવારે સાંજે  પાર્ટી પ્લોટમાં લાઇટીંગનું કામ કરતી વેળાએ કરંટ લાગતા યુવાનનું મોત થયુ હતુ. બીજા બનાવમાં ડુમસમાં નવી બંધાતી બિલ્ડીગની સાઇટ પર કામ કરતી વખતે કરંટ લાગતા યુવાન મોતને ભેટયો હતો.

સ્મીમેર અને સિવિલથી મળેલી વિગત મુજબ ગોડાદરામાં માન સરોવર રોડ રહેતો ૨૩ વર્ષીય કમલેશ સુખાભાઇ પાકી ગત સાંજે પાલ આર.ટી.ઓ રોડ પર પાર્ટી પ્લોટમાં લાઇટીંગ સહિતનું કામ કરતો હતો. ત્યારે તે વાયરને અડી જતા કરંટ લાગતા ઢળી પડતા  સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં ટુંકી સારવાર દમિયાન તે મોતને ભેટયો હતો. જયારે કમલેશના પરિચિત વ્યકિતએ કહ્યુ કે, પાલ રોડ પર આવેલા મ્યુનિ.ના પાટી પ્લોટ પર આગામી દિવસમાં જૈન સમાજના દિક્ષા કાર્યક્રમ યોજાવાનો હતો. જેથી પ્લોટમાં મંડપ અને લાઇટીંગ સહિતની કામગીરી ચાલતી હતી. તે વખતે તેને કરંટ લાગતા મોતને ભેટયો હતો. જયારે કમલેશ મુળ દાહોદમાં મહિસાગરનો વતની હતો. તેનો એક ભાઇ છે. બીજા બનાવમાં  ડુમસ રોડ અવધ ઓનેલા નવી બંધાતી બિલ્ડિીંગના કન્ટ્રકશન સાઇડ ખાતે રહેતો અને ત્યાં મજુરી કામ કરતો ૧૮ વર્ષીય સંજીવકુમાર સંતોષકુમાર પ્રસાદ આજે ગુરુવારે સવારે સાઇટ પર મિક્ષર મશિન પર કામ કરતો હતો. ત્યારે તેને કરંટ લાગતા બેભાન થઇ જતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે તે મુળ ઉતરપ્રદેશમાં ગાંજીપુરનો વતની હતો. તેને એક ભાઇ છે.


Google NewsGoogle News