પાળીયાદ રોડ પર સ્કૂલ બસ અને બાઈક અથડાતાં યુવાનનું મોત
- યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડયો
- યુવાન બાઈક લઈને ખેતી કામની વસ્તુ લેવા માટે બોટાદ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ રાણપુર તાલુકાના ખસ ગામે રહેતા મહોબતસિંહ પ્રતાપસિંહ ચાવડા (ઉ.વ.૪૫) પોતાનું મોટરસાયકલ નંબર જીજે.૧૭ .બીઈ .૮૫૮૯ લઈને ખેતી કામની વસ્તુ લેવા બોટાદ જતા હતા તેવામાં પાળીયાદ રોડે વકીલ પેટ્રોલ પંપે બાઈકમાં પેટ્રોલ પુરાવી પરત હવેલી ચોક બોટાદ તરફ આવતા હતા ત્યારે પાળીયાદ રોડ તરફથી આદર્શ સ્કૂલની બસ નંબર જીજે .૩૩. ટી. ૦૮૪૦ ના ચાલકે તેની બસ પુરઝડપે અને બેફિકરાયથી માણસની જંદગી જોખમાય તેમ ચલાવી મહોબતસિંહ ચાવડાની બાઈકને અડફેટે લઈ બસનું પાછળનું ટાયર ચડાવી દઈ મોહબત્તસિંહને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના કાકાના દીકરા ભાઈ પ્રદીપસિંહ મનુભાઈ ચાવડાએ બસ ચાલક વિરૂધ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.